રાજ્ય સરકારની 24 કલાક દુકાનો ખુલી રાખવાની જાહેરાત, સુરતમાં રાત્રે બે દુકાનદારો વચ્ચે લોહીયાળ જંગ

0
41

સુરતઃગુજરાત સરકારે 24 કલાક ખાણીપીણીની દુકાનો ચાલુ રાખવાની જાહેરાત કરીને 12 કલાકમાં પિપલોદના નાઈટ બજાર બે દુકાનદારોની મારામારી ઉતરી આવ્યા હતા. બહારથી બોલાવેલા અસામાજિક તત્વોએ દારૂના નશામાં નાઈટ બજારને બાન લીધું હતું, જેને પગલે જમવા માટે આવેલા ગ્રાહકોએ પણ જીવ બચાવીને ભાગવાની નોબત આવી હતી.

ઘટનાને પગલે ઉમરા પોલીસ દોડી આવતા આસામાજિક તત્વો ભાગી જતા પોલીસે કેટલાક તત્વોને પકડી લીધા હતા. આખી ઘટનામાં નાઈટ બજારના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. ઉમરા પોલીસ જો સીસીટીવી કેમેરાની તપાસ કરાવે તો ચોકાવનારી હકીકતો સામે આ‌વી શકે છે. હાલમાં બે જણાને ઈજા થઈ હોવાનું ઉમરા પોલીસે જણાવ્યું છે. જો કે આ મારામારીમાં 8 જણાને ઈજા થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતિ અનુસાર પિપલોદમાં ક્રિષ્ના પરોઠા અને સેવનકિંગની દુકાનના માલિકો વચ્ચે ખુરશી મુકવાની બાબતે માથાકૂટ થઈ હતી. બે જૂથોના માણસો એકબીજા પર ખુરશીઓ મારવા લાગ્યા હતા. નાઈટ બજાર એક વાગ્યા સુધી ચાલુ રાખવાની પરમિશન છે પરંતુ મોડીરાત સુધી ચાલુ રહે છે.

વીડિયોમાં બન્ને દુકાનદારો પ્લાસ્ટિકની ખુરશીઓ વડે એકબીજા પર હુમલો કરતા અને એકબીજાની દુકાન રેસ્ટોરન્ટમાં તોડફોડ કરતા દેખાય છે. જોકે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ અન્ય વેપારીઓ અને ફૂડ બજારમાં મિજબાની કરવા આવેલા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here