Tuesday, December 7, 2021
Homeરાજ્ય સરકાર પ્રયાસો થકી પશુપાલનના વ્યવસાયને વેગ આપી રહી છે, ત્યારે અરવલ્લી...
Array

રાજ્ય સરકાર પ્રયાસો થકી પશુપાલનના વ્યવસાયને વેગ આપી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં યુવાઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે

 

હવે યુવાઓ દેશી ગાય થકી પશુપાલનનો વ્યવસાય શરૂ કરીને દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરી રહ્યા છે,,,, .

 

 

દેશી ગાયોના સંવર્ધન માટે જે રીતે રાજ્ય સરકાર પ્રયાસો થકી પશુપાલનના વ્યવસાયને વેગ આપી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ યુવાઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે,,, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ ગામના યુવાને પશુપાલન ક્ષેત્રે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાંય દેશી ગાય થકી એ ટૂ દૂધનું ઉત્પાદન કરી રહ્યા છે… શરૂઆત સાત જેટલી ગાયથી દૂધ વિતરણની શરૂઆત કરી હતી,

બાઇટ – વિશાલ પંડ્યા, યુવા પશુપાલક

 

જોકે હવે દેશી ગાય વધારીને સત્તર જેટલી છે… સવાર સાંજ એમ સો લિટરની આસપાસ આ દેશી ગાયમાંથી મળે છે, જેને આસપાસના વિસ્તારમાં મોકલીવામાં આવે છે… એટલું જ નહીં હાલ ઓર્ગેનિક ખેતીમાં પણ ખેડૂતોએ ઝંપલાવ્યું છે ત્યારે અહીંથી ઓર્ગેનિક જીવામૃત પણ તૈયાર કરાય છે… જેમાંથી ગાયો માટે ખાસ ઓર્ગેનિક ઘાસચારો તૈયાર કરાય છે… રાજ્ય સરકાર સ્વરોજગારી હેતી દુધાળા પશુઓની ખરીદી કરી ફાર્મ સ્થાપવા માટે લોન ઉપર બાર ટકા સુધી વ્યાજ સહાય આપી રહી છે,, આ સાથે જ કેટલ શેડ માટે બે લાખ પચ્ચીસ હજાર, તેમજ બાર જેટલા દૂધાળા પશુઓના વીમાની પ્રિમિયમ માટે નેવુ ટકા જેટલી સહાય આપી રહી છે…વિવિધ સરકારી યોજનાઓ થકી દેશી ગાયનો વ્યાપ વધે તે માટે જિલ્લા પશુપાલન શાખા પણ આ દિશામાં કામ કરી રહી છે, જેના થકી યુવાઓને પશુપાલન ક્ષેત્રે મોટી રોજગારી મળી રહી છે,,, જિલ્લામાં હાલ છ જેટલા દેશી ગાયોના ફાર્મ શરૂ થયા છે,,,

બાઈટ – ડૉ.બી.એમ.સરગરા, જિલ્લા પશુપાલન અધિકારી

 

રિપોર્ટર :રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments