Tuesday, September 28, 2021
Homeરાજ બબ્બર જીત માટે હનુમાનજીની શરણે પહોંચ્યા
Array

રાજ બબ્બર જીત માટે હનુમાનજીની શરણે પહોંચ્યા

ગ્વાલિયરઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર રવિવાર સવારે અચાનક ગ્વાલિયર પહોંચ્યા હતા. અહીં તેમણે રામબાગ કોલોની શિંદેની છાવણીમાં આવેલા સંકટ મોચન હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. હનુમાનજીની પરિક્રમા કર્યા બાદ લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટેની લેખિત અરજ પણ કરી સાથે હનુમાનજીના કાનમાં તેમની મનોકામના જણાવી હતી.

મંદિરના પ્રમુખ સૂર્યકાન્ત શર્મા દ્વારા આ પૂજા કરાવવામાં આવી હતી. મંદિરમાં હનુમામજીની ઉત્તરમુખી પ્રતિમા સ્થાપિત છે. રાજ બબ્બર અહીં પહેલી વખત 2009માં આવ્યા હતા, જ્યારે તેમણે ફિરોઝાબાદ બેઠક પરથી ચૂંટણી લડીને મુલાયમસિંહની વહુ અને સપા ઉમેદવાર ડિમ્પલ યાદવને હરાવ્યા હતા.

ફતેહપુર સિકરીથી ચૂંટણી લડી રહ્યા છે

રાજ બબ્બરને પાર્ટીએ આ વખતે ફતેહપુર સિકરી બેઠક ખાતેથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ પહેલા રાજ બબ્બરને મુરાદાબાદ ખાતેથી ટિકિટ આપી હતી. ત્યારબાદ તેમણે ફતેહપુર સિકરી બેઠકની માંગણી કરી હતી જેથી પાર્ટીએ તેમણે ફતેહપુર સિકરી ખાતેથી ઉમેદવાર જાહેર કર્યા હતા. 2014ની લોકસભા ચૂંટણી તેમણે ગાઝિયાબાદથી લડી હતી. જેમાં ભાજપના વીકે સિંહે તેમણે ભારે હાર આપી હતી. વીકે સિંહને 7,58,482(56.65%) વોટ અને રાજ બબ્બરને 1,91,222 વોટ મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments