Monday, October 18, 2021
Homeરાણાવાવના અણિયારી ગામે પિતાએ બે પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી
Array

રાણાવાવના અણિયારી ગામે પિતાએ બે પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી

પોરબંદર: રાણાવાવ તાલુકાના અણીયારી ગામે પિતાએ માસુમ બે દીકરીઓની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે રાણાવાવ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે પોરબંદર ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીના મોત પછી પતિ આઘાતમાં સરી પડ્યો હતો અને બે દીકરીઓને કેવી રીતે મોટી કરીશ તેવી ચિંતા કોરી ખાતી હોય આ પગલું ભર્યું હતું.

બે દીકરીની હત્યા કરી પિતાએ પહેલા હાથની નસ કાપી લીધી હતી બાદમાં દેશી નળિયાવાળા પોતોના ઘરના લાકડા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘરમાંથી એક લાકડાની સીડી પણ મળી આવી હતી જેનો ઉપયોગ લાકડા સાથે દોરડું બાંધવામાં થયો હોવાનું જાણવા મળ્યું છે. પત્નીનું મોત થોડા સમય પહેલા જ અકસ્માતમાં થયું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments