હાલની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે આપણા શરીર અને સ્કીન પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. જેના કારણે આપણી સ્કીન ખરાબ થઇ જાય છે તો શરીર પણ વધવા લાગે છે. ત્યારે આજે અમે તમને સ્કીનની કાળજી રાખવા માટે મધનો કેટલોક ઘરગથ્થૂ ઉપાય જણાવી રહ્યા છીએ.
સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન સ્કીનની દેખભાળ યોગ્ય રીતે કરી શકતા નથી અને રાતના સમયે શારિરીક થાકના કારણે ઇગ્નોર કરીને સૂઇ જઇએ છીએ. શું તમે જાણો છો કે સ્કીન કેર માટે સૂતા પહેલાનો સમય સારો હોય છે કારણ કે એ વખતે સ્કીન ધીળ માટી પ્રદૂષણથી દૂર રહે છે. સાથે સ્કીનને વધારે પોષણ પણ મળે છે.
ખીલ, પિંપલ્સ અથવા કરચલીઓ પર મધ લગાવીને બેન્ડેજથી કવર કરી દો. એને આખી રાત લગાવેલી રહેવા દો અને સવારે ચોખ્ખા પાણીથી સાફ કરો. નિયમિત રૂપથી આવું કરવા પર ખીલ થોડાક દિવસોમાં જડમૂળથી ખતમ થઇ જશે.
જો તમે ગ્લોઇંગ સ્કીન મેળવવા ઇચ્છો છો તો મધ અને એલોવેરાને મિક્સ કરીને રાતે સૂતા પહેલા લગાવો. સવારે ઊઠીને ધોઇ નાંખો. સ્કીનને પોષણ આપવાની સાથે એને ગ્લોઇંગ પણ બનાવશે.
ઓર્ગેનિક અને કાચા મધને સ્કાર્સ પર લગાવીને આખી રાત રહેવા દો અને સવારે ચહેરો તાજા પાણીથી ધોવો. દરરોજ એનો ઉપયોગ કરવાથી સ્કાર્સ ગુમ થઇ જશે.
જો તમારા વાળ પાતળા છે તો રાતે સૂતા પહેલા મધ અને કૈમોમાઇલ ટી ને મિક્સ કરીને સ્કાલ્પ પર લગાવો. ત્યારબાદ અને શૉવર કેપથી યોગ્ય રીતે કવર કરી લો. સવારે ઊઠીને શેમ્પૂથી વાળ ધોઇ નાંખો. નિયમિત રૂપથી એનો ઉપયોગ કરવા પર તમને ખૂબ જ ફરક જોવા મળશે.
રાતે સૂતા પહેલા હોઠ પર મધથી મસાજ કરો, કારણ કે ડેડ સ્કીન નિકળી જાય. પછી એને વોશ કરીને થોડું મધ લગાવીને સૂઇ જાવ, એનાથી સવારે ડ્રાયનેસ ગુમ થઇ જશે.
બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે મધ અને લીંબૂનો રસ મિક્સ કરી લો અને આખી રાત રહેવા દો. સપ્તાહમાં ઓછામાં ઓછા 2 3 વખત આવું કરવાથી બ્લેકહેડ્સ ગુમ થઇ જશે.