Tuesday, September 21, 2021
Homeરાત્રે સુવામાં ડોક અકડાઈ ગઈ છે? અસહ્ય દુઃખાવાને આ રીતે ચપટીમાં ભગાડો
Array

રાત્રે સુવામાં ડોક અકડાઈ ગઈ છે? અસહ્ય દુઃખાવાને આ રીતે ચપટીમાં ભગાડો

ક્યારેક ક્યારેક ડોકમાં ઝાટકો લાગવાથી અથવા તો કોઇ કારણથી ડોક અકડાઇ જવાથી દુખાવો થવા લાગે છે. એવામાં આ દુખાવાથી ઝડપી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ નુસ્ખા અજમાવી જુઓ. ઘરેલૂ નુસ્ખાથી ઝડપી ગરદનનો દુખાવો દૂર ભગાવો.

પિપરમિન્ટ ઑઇલ

પિપરમિન્ટ તેલ યૂઝ કરવા માટે ઠંડા પાણીમાં પિપરમિન્ટ તેલના ટીપા નાંખો. ત્યારબાદ કોઇ કપડાને તેમાં ડુબાળીને ડોક પર 10 -15 મિનીટ માટે રાખો. આમ કરવાથી ડોકની અકડન ઓછી થઇ જશે.

તેલથી માલિશ કરો

તેલની માલિશ કરવાથી માંસપેશિઓને આરામ મળે છે અને તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે. ડોક પર માલિશ કરવા માટે કોઇ પણ તેલને હળવું ગરમ કરીને હળવા હાથે ડોક પર મસાજ કરી શકો છો.

સિંધવ મીઠું

ડૉક અકડાઇ જવા પર સિંધવ મીઠું ઘણુ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગ માટે ટબમાં હુંફાળુ પાણી ભરો અને તેમાં 2 કપ સિંધવ મીઠું નાંખો. 15-20 મિનીટ માટે પાણીમાં પોતાની ડોકને એવી રીતે સેટ કરો કે ડોક પર પાણીનો શેક મળતો રહે. તેનાથી ડોકને ઝડપી આરામ મળશે.

હળદર

હળદર તો એમ પણ માંસપેશિઓ માટે ફાયદાકારક હોય છે. એક કપ દૂધમાં 1 ચમચી હળદર ભેળવીને પીઓ. તેનાથી શરીરની માંસપેશિઓને આરામ મળશે અને અકડન પણ દૂર થઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments