રાત્રે 12 વાગ્યે રાજીનામાનો નિર્ણય લીધો, કાર્યકરો જે નિર્ણય કરશે તેનું પાલન કરીશઃ આશા પટેલ

0
47

અમદાવાદઃ ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના 6 દિવસ પસાર થઈ ગયા છે. કોંગ્રેસને રામ રામ કર્યા બાદ તેઓ ભાજપનો ખેસ ધારણ કરે એવી ચર્ચા ચાલી રહી છે. આશાબેન પટેલે ભાજપમાં જોડાવા અંગે જણાવ્યું છે કે, મારા કાર્યકરો જે નિર્ણય કરશે તે નિર્ણયનું હું પાલન કરીશ. આજે કાર્યકરો સાથે ઉંઝામાં એક બેઠક યોજાવાની છે. જેમાં હું હાજર રહેવાની છું.

રાત્રે 12 વાગ્યે રાજીનામાનો નિર્ણય લીધોઃ જ્યારે રાજીનામું આપવાને લઈ આશાબેને કહ્યું કે, મેં રાતના 12 વાગ્યે રાજીનામું આપવાનો લીધો હતો. મેં ઉતાવળમાં રાજીનામું લખીને આપ્યું હતું. મારા અક્ષર ખૂબ સારા છે પણ રાજીનામું ખૂબ ખરાબ અક્ષરે લખ્યું હતું. મેં રાજીનામું આપ્યું એની આગલી રાત્રે મને મહેસાણા નગરપાલિકાના નગરસેવકો મળવા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here