Tuesday, October 26, 2021
Homeરાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં ચોરી બાદ વેપારીઓએ બંધ પાળ્યો
Array

રાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં ચોરી બાદ વેપારીઓએ બંધ પાળ્યો

સુરતઃ રિંગરોડ ખાતે આવેલી રાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં ચોરી થયા બાદ આજે વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. માર્કેટના મુખ્ય દરવાજે વેપારીઓ અને કારીગરો ભેગા થઈ વિરોધ નોંધવતા હોબાળો મચી ગયો હતો.જેથી પોલીસ દોડી આવી હતી. દરમિયાન વેપારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

સિક્યોરિટી ગાર્ડ જ ચોરી કરતો હોવાના ફૂટેજ પોલીસને આપ્યા

રિંગરોડની રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યોરિટી ગાર્ડ ગ્રે તાકાઓની ચોરીમાં ઝડપાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. બુધવારે બપોરના બે વાગ્યાથી શરૂ થયેલી આ ધમાલ સાંજના 6-7 માર્કેટ મેનેજમેન્ટે તો વેપારીની ફરિયાદ બાદ સિક્યુરિટી ગાર્ડ અને તેને સાંકળતા વીડિયો ફૂટેજ પોલીસને સુપરત કરી દીધા હતા. અને આજે માર્કેટ બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રોષે ભરાયેલા વેપારીઓએ માર્કેટની સિક્યોરિટી એજન્સીને બદલવાની માંગણી કરી હતી.

વેપારીઓએ મેનેજમેન્ટ પર આરોપ મુક્યા

રોષે ભરાયેલા વેપારીઓએ આ ચોરીમાં માર્કેટ મેનેજમેન્ટના કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું જણાવ્યું હતું.  વેપારીઓએ કહ્યુ હતું કે, દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા હટાડી દેવા પણ માર્કેટ મેનેજમેન્ટે સૂચન કર્યુ હતું.

ઘટના શું હતી

આરકેટીમાં ઉષા ફેશન કોટન અને ડ્રેસ મટિરિયલ્સ નામની દુકાનમાંથી છેલ્લા બે મહિનાથી 21 લાખ રૂપાયાના તાકા ચોરાઈ રહ્યાં હતા. દુકાન માલિક આશિષ ઠાકુરને અઠવાડિયા પહેલા શંકા ગઈ હતી. તેઓએ શનિવારે સાંજે દુકાન બંધ કરી હતી. તે સમયે તમામ માલની ગણતરી કરી અને દુકાનમાં જે રીતે ગોઠવેલા તેના ફોટો પાડી લીધા હતા. સોમવારે દુકાન ખોલી ત્યારે તેમને શંકા ગઈ કે તાકા ઓછા થયા છે. માર્કેટમાં લાગેલા સીસી ટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા જણાયું કે,  રવિવારે સાંજે 10 થી 12 જણા ચોરીને જઈ રહ્યા છે. તેમાં એક માર્કેટનો ચોકીદાર રામ જેઠાભાઈ મોઢવડિયા હતો એટલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે રામ મોઢવડિયાની પુછપરછ કરી હતી. તેણે ચોરીની કબુલાત કરી હતી. ચોરીનો માલ લિંબાયતમાં નારાયણનગરના ગોડાઉનમાં રાખેલો હોવાની હકિકત જણાવતા સલાબતપુરા પોલીસે ત્યાં તપાસ કરી હતી. ત્યાં ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલમાં આશિષ ઠાકુરે આરોપી રામ મોઢવડિયા અને તેના સાગરિતો વિરુદ્ધ 21 લાખ રૂપિયાની કિંમતના તાકાઓ ચોરીની ફરિયાદ નોંધાવી છે. અન્ય દુકાનોમાંથી પણ ચોરી કરી છે. પોલીસ અન્ય આરોપીઓની પુછપરછ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments