Saturday, April 20, 2024
Homeરાપરમાં 22800નો શરાબ પકડાયો: એક ઝબ્બે, બે ફરાર
Array

રાપરમાં 22800નો શરાબ પકડાયો: એક ઝબ્બે, બે ફરાર

- Advertisement -

રાપર તાલુકાના કીડીયાનગરમાંથી પેટ્રોલિંગ કરી રહેલી આડેસર પોલીસની ટીમને રૂ.18,150 ની કિંમતનો અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો

કીડીયાનગરના દરોડામાં આરોપી જોગા રૂપા રબારી પોલીસને જોઇ પોતાની બાઇક મુકી નાસી ગયો હતોનાસી ગયો હતો. આ રૂ.15000 ની કિંમતની બાઇકમાંથી રૂ.18,150 ની કીંમતનો અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટના અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.રાપરના પ્રાગપર અને ઉમૈયા વચ્ચે પોલીસે દરોડો પાડી રૂ.4800 ની કિંમતના શરાબના જથ્થા સાથે એક આરોપીને પકડી લીધો હતો જ્યારે બીજો થાપ આપી નાસી ગયો હતો.

પોલીસે સાંજે 5.30 દરમિયાન પ્રાગપર અને ઉમૈયા ગામ વચ્ચે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો જેમાં રૂ.4800 ની કીંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના 48 ક્વાર્ટરીયા સાથે હરેશ જેમલભાઇ કોલીને પકડી લીધો હતો જ્યારે પુના ભાણા ભરવાડ નામનો શખસ પોલીસને થાપ આપી નાસી ગયો હતો. રાપર પોલીસે બન્ને જણા વિરૂધ્ધ ગુનો નોંધી નાસી ગયેલા પુના ભાણા ભરવાડને પકડવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular