રાપર અને ગાગોદરમાં 10 જુગારી પોલીસની ઝપટે ચડ્યા

0
52

રાપરના ત્રિકમનગરમાં અને ગાગોદરમાં જુગારના દરોડા પડ્યા હતા. ત્રીકમનગરમાં અજાભાઇ હજાભાઇ પઢિયાર, ભલાભાઇ માલાભાઇ પરમાર, અરજણભાઇ ખીમાભાઇ બારોટ અને જીવા વજા ગોહિલને રૂ.1,260 રોકડા અને રૂ.1,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.2,260 ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા.

ગાગોદર ગામના શંકર મંદિર બાજુમાં આવેલી હરિયા વાળી વાકળીમાં બાવળની ઝાડીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ ખેલીઓને આડેસર પોલીસે ૮૭,૭૫૦ ના મુદ્દામાલ સાથે પકડયા હતા. આડેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી મુજબ, ગાગોદરમાં આવેલા શંકરના મંદિર બાજુમાં આવેલી હરિયા વાળી વાકળીમાં બાવળની ઝાડીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ગાગોદરના ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા હેમુભા જાડેજા, રામા હઠા રાઠોડ, રાણા જહા જાદવ, લખા ખેતા સોલંકી, નોંઘા હરિ પરમાર (રજપુત) અને સાંયના શાંતિદાસ મોહનદાસ સાધુને રૂ.11,250 રોકડ, રૂ.15,000 ની કિંમતનો એક મોબાઇલ અને રૂ.75,000 ની કિંમતના ત્રણ બાઇક સહિત કુલ રૂ. 87,750 ના મુદ્દામાલસાથે પકડી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરકાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં પીએસઆઇ સાથે એએસઆઇ રાજેન્દ્રસિંહ, કોન્સટેબલ દિલીપ, વિષ્ણુદાન, મહેશભાઇ, કાન્તિસિંહ, ભાણજીભાઇ, દીપાભાઇ, મગનભાઇ, રાકેશભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here