રાપર : ધાડધ્રો,વલ્લભપર, હમીરપરમાંથી તમંચા સાથે ત્રણ આરોપી પકડાયા

0
21

ગાંધીધામઃ રાપર તાલુકાના ધાડધ્રો,વલ્લભપર અને મોટી હમીરપરમાંથી પુર્વ કચ્છ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રૂ.20,000 ની કિંમતના ચાર દેશી તમાંચા સાથે ત્રણ આરોપીઓને પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી છે.

આ બાબતે પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ વાગડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના ધાડધ્રો, મોટી હમીરપર અને વલ્લભપર ગામમાં દરોડો પાડી ધાડધ્રોમાંથી આંબાભાઈ માવાભાઈ કોલીને રૂ.5,000 ની કિંમતના એક તમંચા સાથે, વલ્લભપરમાંથી આરોપી નવીનભાઈ તમાસિભાઈ કોલીને રૂ.10,000 ની કિંમતના બે તમંચા સાથે તો મોટી હમીરપરના વીસનભાઈ હીરાભાઈ કોલીને રૂ.5,000 ની કિંમતના દેશી તમંચા સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે વાગડ પંથકમાં ગેરકાયદેસર હથિયારો વધુ પ્રમાણમાં હોવાની ઘટનાઓ ઘણીવાર જોવા મળી છે અને આ વિસ્તારમા઼થી પરવાના વગરના હથિયાર સાથે પકડાયા પણ ઘણા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here