Monday, September 20, 2021
Homeરાફેલ ડીલ પર મોદી સરકારને ઝટકો, ફરી સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ...
Array

રાફેલ ડીલ પર મોદી સરકારને ઝટકો, ફરી સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર

નવી દિલ્હીઃ રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ રાફેલ અંગે સુનાવણી કરવા માટે ફરી તૈયારી દાખવી છે. રાફેલ મામલે બુધવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તમામ દલીલોને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્ણય લેતા કહ્યું કે, રાફેલ ડીલ મામલમાં અરજદારોએ ગુપ્ત દસ્તાવેજોની ખોટી રીતે લેવાયેલી કોપીના આધારે ફરી વિચારણાની અરજી પર સુનાવણી કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું હતું કે, વિશેષાધિકાર વાળા જે ગુપ્ત દસ્તાવેજોને ફરી વિચારણા માટે આધાર બનાવવામાં આવ્યા છે, તેને ઈન્ડિયન એવિડેન્સ એક્ટની કલમ 123 હેઠળ પુરવા તરીકે માન્ય ગણવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે આ મુશ્કેલી પર 14 માર્ચના રોજ તેનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.

સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર 2018ના નિર્ણયમાં રાફેલ ડીલને નક્કી કરાયેલી પ્રક્રિયા હેઠળ થઈ હોવાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે તે સમયે ડીલને પડકારનારી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશંવત સિન્હા, અરુણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ડીલના દસ્તાવેજોના આધારે કોર્ટેના નિર્ણય સામે ફરી વિચારણા કરવાની અરજી કરી હતી. એર્ટોની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, અરજદારોએ મૂળ દસ્તાવેજોની ઝેરોક્ષનો ઉપયોગ કર્યો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચે કહ્યું કે, જ્યારે અમે કેન્દ્રની પ્રાથમિક મુશ્કેલીઓ પર નિર્ણય કરી લેશું, ત્યારબાદ અમે ફરી વિચારણાની અરજીઓના બીજા પાસાઓ પર વિચાર કરીશું. સપષ્ટ કર્યું હતું કે, જ્યારે અમે કેન્દ્રની દલીલોને ફગાવીશું ત્યારબાદ અન્ય માહિતી પર ધ્યાન આપીશું. એર્ટોની જનરલ કેકે વેણુગોપાલે દલીલ કરી હતી કે કોઈ પણ આ દસ્તાવેજોને તેની સાથે સંકળાયેલા વિભાગની પરવાનગી વિના કોર્ટમાં પ્રસ્તુત નહી કરી શકે. આ દસ્તાવેજો ઓફિશીયલ સિક્રેટ કાયદા પ્રમાણે સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને સેક્શન 8(1)(A) હેઠળ સૂચનાના અધિકારના અવકાશમાંથી બહાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments