રાફેલ ડીલ મુદ્દે સરકાર સંસદમાં CAGનો રિપોર્ટ રજૂ કરે તેવી શકયતા

0
23

નવી દિલ્હીઃ ફ્રાન્સની સાથે થયેલા રાફેલ લડાકૂ વિમાનના સોદાને લઈને છેલ્લા થોડા મહિનાઓથી કેન્દ્ર અને વિપક્ષ આમને-સામે આવી ગયા છે. વિપક્ષ તેને મુદ્દો બનાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ સરકાર તમામ આરોપોને ફગાવતી આવી છે. હાલ એવા અહેવાલો મળી રહ્યાં છે કે કેન્દ્ર સરકાર કેગનો રિપોર્ટ બજેટ સત્રમાં સંસદમાં રજૂ કરે તેવી શકયતા છે.

અગાઉ આ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વિવાદ સર્જાયો હતો

  • અગાઉ આરટીઆઈ અંતર્ગત રાફેલ વિમાનના સોદાને લઈને કેગના ઓડિટિંગની માહિતી માંગવામાં આવી હતી. જોકે કેગે આ માહિતી આપવાથી ઈન્કાર કરતા કહ્યું હતું કે હજી આ મામલામાં ઓડિટિંગની પ્રક્રિયા પુરી થઈ નથી અને સંસદની સમક્ષ આ રિપોર્ટ રાખવામાં આવતા પહેલા તેની જાણકારી  આપવી તે નિયમનું ઉલ્લંઘન છે.
  • સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલમાં ક્થિત ગોટાળાની તપાસને લઈને ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેને ફગાવતા કોર્ટ કહ્યું હતું કે વિમાનના સોદામાં પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન થયું છે. આ કારણે તેમાં તપાસની જરૂરીયાત નથી. જોકે કોર્ટે તેના આદેશમાં કરવામાં આવેલી એક ટિપ્પણીમાં કહ્યું છે કે રાફેલની પ્રાઈસ ડિટેલ કેગ સાથે શેર કરવામાં આવી છે અને કેગના રિપોર્ટની સંસદની સમિતિએ તપાસ પણ કરી છે. રિપોર્ટનો મત્ર એક જ ભાગ સંસદ સમક્ષ રાખવામાં આવ્યો છે અને તે પબ્લિક ડોમેનમાં છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર વિવાદ સર્જાયો છે.
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અને પીએસીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખંડગેની સાથેની એક પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશમાં કેગના જે રિપોર્ટની વાત કરવામાં આવી હતી, તે પીએસીમાં આવ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દાને લઈને સરકાર પર કોર્ટને મિસગાઈડ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે બાદમાં સરકારે કોર્ટના આદેશમાં કેગ રિપોર્ટ અંગે કરવામાં આવેલી ઘણી બધી ટિપ્પણીઓને સુધારવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here