Tuesday, December 7, 2021
Homeરાફેલ થીમ પર કંકોત્રી બનાવી દેશભરમાં ચર્ચા જગાવનાર કપલે સેલવાસમાં લગ્ન કર્યાં
Array

રાફેલ થીમ પર કંકોત્રી બનાવી દેશભરમાં ચર્ચા જગાવનાર કપલે સેલવાસમાં લગ્ન કર્યાં

સુરતઃ દેશભરમાં રાફેલ થીમ પર કંકોત્રી બનાવી ચર્ચામાં આવેલા સુરતના યુવરાજ અને સાક્ષીના લગ્ન ધૂમધામથી સેલવાસ ખાતે યોજાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ કંકોત્રીની નોંધ લઈને શુભકામના પાઠવતો પત્ર લખ્યો હતો. ત્યારે આ કપલે લગ્ન પણ રાફેલની થીમ પર કર્યા હતાં. રિસોર્ટમાં યોજાયેલા ડેસ્ટિનેશન લગ્નમાં ઠેર ઠેર રાફેલની ડિલની વિગતો અને રાફેલની ખાસીયતોના બેનરની સ્ટેન્ડી લગાવી હતી.

 

યુવાનો ફોલો કરેઃ સાક્ષી

યુવરાજ સાથે લગ્નના બંધને બંધાયેલી સાક્ષીએ જણાવ્યું હતું કે, અમે દેશની સુરક્ષા માટે જરૂરી રાફેલની વિગતો બાળકો અને મહિલાઓ સુધી પહોંચે તે માટે કંકોત્રી પર છપાવી હતી. અમે એક નાની શરૂઆત કરી છે. નવા ચીલા પર આગળના સમયમાં વધુ યુવકો આગળ તે જરૂરી છે. મજબૂત સરકાર માટે અને સરકારના સારા નિર્ણયોને લોકોએ સરાહવા જોઈએ.

સમાજની જગ્યાએ દેશમાં સંદેશો પહોંચ્યોઃ યુવરાજ

સાક્ષી સાથે પ્રભુતામાં પગલાં માડનારા યુવરાજે કહ્યું હતું કે, અમારે રાજકારણ કે કોઈ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત છીએ. 2017ની ચૂંટણીમાં કહેવાતું હતું કે, ગુજરાતમાં ભાજપની જીએસટીના કારણે નહી બને તમામ મારવાડીઓ તેના વિરોધમાં છે. પરંતુ સુરતની 12 બેઠકો ભાજપને મળી. એટલે અમે અમારા સમાજ સુધી આ સંદેશ પહોંચવા આ અનોખી કંકોત્રી બનાવેલી જે દેશભરમાં અને ખુદ વડાપ્રધાન સુધી પહોંચી હતી. જેથી અમને ખૂબ ખુશી થાય છે.

મહેમાનો પણ પ્રભાવિત

યુવરાજ અને સાક્ષીના લગ્નમાં ગયેલા સંજયભાઈએ જણાવ્યું હતું કે, ડેસ્ટિનેશન લગ્ન તો ઘણા જોયાં પરંતુ દેશ હિત માટે કોઈ યુવાનો દ્વારા કરાયેલી પહેલ પ્રથમ વખત જોઈ. રાફેલ ડિલની વિગતોની સાથે દેશભક્તિનો માહોલ ખડો થયો હોય તેવું લાગ્યું હતું.

કંકોત્રી વાયરલ થઈ હતી

સુરતના યુવરાજ નામના યુવક દ્વારા રાફેલ થીમ પર એક કંકોત્રી બનાવવામાં આવી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વાયરલ થયેલી સુરતી યુવકની કંકોત્રીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રભાવીત થઈને એક શુભેચ્છા પત્ર લખી શુભકામના પણ પાઠવી હતી. કંકોત્રીમાં 2019માં નરેન્દ્ર મોદીજીને વોટ આપીને વિજયી બનાવવા. જો મહેમાનો એવું કરશે તો એ તેમના માટે લગ્નની ભેંટ સમાન હશે. આ મામલે યુવરાજે તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વિટ કરીને પણ લોકોને અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments