રાફેલ મામલે સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું- ડીલમાં PMની સંડોવણી

0
28

નવી દિલ્હી: રાફેલ ડીલ વિશે દેશમાં ચાલતો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. એક અંગ્રેજી ન્યૂઝ પેપરે ખુલાસો કર્યો છે કે, ફ્રાંસ સરકાર સાથે રાફેલ ડીલ વિશે રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવતી ડીલમાં પીએમઓએ દખલગીરી કરતાં તેનો ફાયદો ફ્રાંસને મળ્યો હતો. પીએમઓની આ દખલનો રક્ષા મંત્રાલયે વિરોધ પણ કર્યો હતો. હવે આ મીડિયા રિપોર્ટના આધારે કોંગ્રેસે ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, આ ડીલમાં વડાપ્રધાને સીધી રીતે જ હસ્તક્ષેપ કર્યો હતો. આજે સવારે રાહુલ ગાંધીએ આ વિશે મીડિયા સાથે વાતચીત પણ શરૂ કરી છે.

અંગ્રેજી ન્યૂઝ પેપરનું કહેવું છે કે, 7.87 બિલિયન ડોલરના વિવાદિત રાફેલ ડીલમાં બંને દેશો તરફથી ઉચ્ચે લેવલે વાતચીત થઈ રહી હતી ત્યારે પીએમઓએ સમાંતર લેવલે દખલગીરી કરી હતી અને તેનો રક્ષામંત્રાલય તરફથી વિરોધ પણ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, પીએમઓની દખલગીરીના કારણે રક્ષા મંત્રાલય અને રક્ષામંત્રાલયની ટીમની સોદા વિશેની વાતચીત પણ થોડી નબળી પડી ગઈ હતી. 24 નવેમ્બર 2015ના રોજ રક્ષામંત્રાલયની ટીમે આ મુદ્દો તે સમયના રક્ષામંત્રી મનોહર પારિકર સામે રજૂ કર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મામલે નવા ખુલાસા થયા પછી મોદી સરકાર પર પ્રેસ કોન્ફરન્સ કરીને આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે તેમણે અંગ્રેજી ન્યૂઝપેપરના આધાર પર કહ્યું હતું કે, રક્ષામંત્રાલયે આ સોદાનો વિરોધ કર્યો હતો. રાહુલે કહ્યું કે, પીએમએ સીધી રીતે જ આ ડીલમાં હસ્તક્ષેપ કર્યો હતો. મોદીએ ભારતીય વાયુસેનાના રૂ. 30 હજાર કરોડનું નુકસાન કર્યું છે. પીએમએ પૈસાની ચોરી કરીને તે પૈસા અનિલ અંબાણીને આપી દીધા છે. તેમણે એચએએલની જગ્યાએ અનિલ અંબાણીની કંપનીને આ ડીલ અપાવી હતી.

તેમણે આગળ કહ્યું કે, સાબીત થઈ ગયું છે કે, ચોકીદાર ચોર છે. ડીલ વિશે વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ખોટુ બોલ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં પણ સરકાર ખોટુ બોલી છે. આ રક્ષામંત્રાલય અને કોર્પોરેટ વચ્ચેની લડાઈ છે.

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન ચિદંબરમ પર ચાલતી ઈડીની પૂછપરછ વિશે મીડિયાએ સવાલ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ઈચ્છા હોય તેટલી કોંગ્રેસના વ્યક્તિનીઓની પૂછપરછ કરી લો પરંતુ વડાપ્રધાને રાફેલ મામલે પણ કંઈક બોલવુ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here