રાબડી દેવી દુષ્કર્મનાં આરોપીની પત્ની માટે વોટ માંગવા નીકળ્યાં, લોકોમાં રોષ ભરાતા બબાલ

0
0

બિહારના પુર્વ મુખ્ય પ્રધાન અને આરજેડી અધ્યક્ષ લાલુ યાદવના પત્ની રાબડી દેવીએ દુષ્કર્મના આરોપી રાજવલ્લભ યાદવના પત્ની માટે ચૂંટણી પ્રચાર કરતા વિવાદ થયો. તેમણે બિહારના નવાદામાં આયોજિત એક જનસભામાં જણાવ્યુ હતુ કે રાજવલ્લભને ખોટી રીતે દુષ્કર્મના આરોપમાં ફસાવવામાં આવ્યા. અને તેમને બદનામ કરવાનું કામ કરવામાં આવ્યુ.

તેવી રીતે નવાદાની જનતા વિભા દેવીને મત આપવા અપીલ કરી. મહત્વપૂર્ણ છે કે રાજવલ્લભ યાદવ પર દુષ્કર્મનો આરોપ છે જેથી તેમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જેથી રાજવલ્લભ હાલમાં જેલમાં છે. જેથી આરજેડીએ રાજવલ્લભના પત્ની વિભા દેવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here