રામદેવે કહ્યું- ત્રીજા સંતાનને વોટ દેવાનો અધિકાર ન રહે, ગિરિરાજે સમર્થન આપ્યું

0
37

બેગૂસરાયઃ બિહારના બેગૂસરાયથી ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે જનસંખ્યા નિયંત્રણને લઈને યોગ ગુરુ બાબા રામદેવના નિવેદનનું સમર્થન કર્યુ છે. રામદેવે કહ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો હોવો જરૂરી છે. સાથે જ ત્રીજા સંતાનને વોટ આપવા અને ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ. ગિરિરાજે કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ જરૂરી છે અને તેના માટે કડક કાયદા બનવા જોઈએ.


બાબા રામદેવે રવિવારે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જનસંખ્યા નિયંત્રણને લઈને નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે હવે કાયદાની મદદથી જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે. બાબાએ બે બાળકની નીતિનું સમર્થન કરતા કહ્યું કે ત્રીજા સંતાનને વોટ નાખવા સહિત અન્ય નાગરિક અધિકાર ન મળવા જોઈએ. એવા બાળકો જે કોઈ પણ જાતિના હોય, તેમને ચૂંટણી લડવા અને અન્ય સરકારી નોકરીઓના હકથી પણ વંચિત કરવા જોઈએ.

જનસંખ્યા પર નિયંત્રણ જરૂરી- ગિરિરાજઃ બેગૂસરાયમાં ગિરિરાજે કહ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણ પર કાયદો બનાવવાને લઈને પોતાના મત પર હંમેશા કાયમ રહેશે. આ મુદ્દે કાયદાની જરૂર છે, જેનાથી દેશના સંશાધનોનો યોગ્ય પ્રમાણ ઉપયોગ થઈ શકે. શોધકર્તાઓએ કહ્યું છે કે આવનારા સમયમાં પાણી અને ભોજનનું સંકટ જોવા મળશે, તેથી ભવિષ્યને ધ્યાનમાં રાખીને જનસંખ્યા નિયંત્રણ જરૂરી છે.

ઔવેસીએ રામદેવના નિવેદન પર કટાક્ષ કર્યોઃ યોગ ગુરુના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. ઔવેસીએ ટ્વીટમાં કહ્યું હતું કે, “લોકોને ગેરબંધારણિય વાતો કરવાથી રોકવા પર કોઈ જ સ્પષ્ટ કાયદો નથી, પરંતુ રામદેવના વિચારો પર કારણ વગર ધ્યાન કેમ આપવામાં આવે છે? તેઓ યોગ કરી શકે છે, તેનો અર્થ એવો નથી કે મોદી માત્ર એટલા માટે પોતાનો મતાધિકાર ગુમાવી દેશે કેમકે તેઓ ત્રીજી સંતાન છે.” ઔવેસીએ લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદથી જીત મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here