Tuesday, December 7, 2021
Homeરામદેવે કહ્યું- દુર્ભાગ્ય છે કે 70 વર્ષમાં એકપણ સંન્યાસીને ભારત રત્નનું સન્માન...
Array

રામદેવે કહ્યું- દુર્ભાગ્ય છે કે 70 વર્ષમાં એકપણ સંન્યાસીને ભારત રત્નનું સન્માન ન મળ્યું

નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે આઝાદી બાદથી એકપણ સંન્યાસીને ભારત રત્ન ન મળવાની વાતને લઈને સવાલો ઉઠાવ્યાં છે. તેઓએ સરકારને આગ્રહ કર્યો કે આગામી વર્ષે આ સર્વોચ્ચ સન્માન કોઈ સંન્યાસીને પણ એનાયત થાય.

વિવેકાનંદજીને પણ ભારત રત્ન નથી મળ્યો

રામદેવે કહ્યું કે, “દુર્ભાગ્ય છે કે 70 વર્ષમાં એકપણ સંન્યાસીને ભારત રત્ન નથી મળ્યો. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી કે શિવકુમાર સ્વામીજીને સર્વોચ્ચ સન્માનથી વંચિત રાખવામાં આવ્યાં છે. હું ભારત સરકારને આગ્રહ કરું છું કે આગામી વર્ષે ઓછામાં ઓછા કોઈ સંન્યાસીને પણ ભારત રત્ન આપવામાં આવે.”

આ પહેલાં દેશની વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી

રામદેવે હાલમાં જ કહ્યું હતું કે જે લોકોને બેથી વધુ બાળકો છે તેમની પાસેથી મતાધિકારનો હક્ક ઝુંટવી લેવો જોઈએ. તેઓને ચૂંટણીમાં ભાગ લેવા તેમજ સરકારી સ્કૂલ-હોસ્પિટલના ઉપયોગ કરવાની પણ મંજૂરી ન હોવી જોઈએ. સરકારી યોજનાઓનો લાભ અને સરકારી નોકરી પણ ન દેવી જોઈએ. જેનાથી દેશની વધતી જતી વસ્તી પર આપોઆપ અંકુશ મુકાય જશે.

ભાજપ પરથી વિશ્વાસ ઊઠી જશે

યોગ ગુરૂ બાબા રામદેવે ગત મહિને કહ્યું હતું કે જો સમયસર અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકોનો ભાજપ પરથી વિશ્વાસ ઊઠી જશે. તેઓએ કહ્યું કે હવે જ્યારે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ બંને જગ્યાએ ભાજપની સરકાર છે, જો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ન થયું તો લોકોનો વિશ્વાસ ભાજપ પરથી ઊઠી જશે, જે વાત આ સત્તાપક્ષ માટે યોગ્ય નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments