Wednesday, September 22, 2021
Homeરામની મૂર્તિ જ કેમ, મારી કેમ નહીં, આ નેતાના નિવેદનથી ગરમાયુ રાજકારણ
Array

રામની મૂર્તિ જ કેમ, મારી કેમ નહીં, આ નેતાના નિવેદનથી ગરમાયુ રાજકારણ

બસપાના ચિહ્ન હાથી અને પોતાની મૂર્તિઓ પર સુપ્રીમ કોર્ટના વલણ બાદ માયાવતીએ દલીલમાં  ભગવાન રામથી લઈને પૂર્વ પ્રધાનમંત્રીઓ સુધીની મૂર્તિઓનો હવાલો આપ્યો. માયવતીએ ઉલટો સવાલ કરીને પૂછ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રસ્તાવિત 221 મીટર ઊંચી મૂર્તિનો આવો જ વિરોધ કેમ નથી રહ્યો.

સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ રજૂ કરતા માયાવતીએ કહ્યું કે, દેશમાં મૂર્તિઓ લગાવવાની પરંપરા જૂની છે. પોતાના વકીલ મારફતે કહ્યું કે, ભારતમાં સ્મારકો અને મૂર્તિઓ બનાવીને લગાવવી કોઈ નવી વાત નથી.

કોંગ્રેસના શાસનકાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશભરમાં સરકારી ખજાનાથી જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી.નરસિમ્હા રાવની મૂર્તિઓ લગાવી. પરંતુ આ મૂર્તિઓને લઈને કોઈએ કેમ અરજી ના કરી.

ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 3 હજાર કરોડના ખર્ચે સરદાર પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ અને મુંબઈમાં શિવાજી મહારાજની મૂર્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

માયાવતીએ એવું કહ્યું કે, યૂપીમાં યોગી આદિત્યનાથ સરકાર પણ ભગવાન રામની મૂર્તિ બનાવવાની યોજના આગળ વધારી રહી છે. જેના માટે જમીનની વહેચણી, ડિઝાઈન ડેવલપમેન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ વગેરે પર રૂપિયા 200 કરોડ શરૂઆતી ખર્ચ આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments