Thursday, September 23, 2021
Homeરામમંદિર મુદ્દે RSSનું ચોખ્ખું નિવેદનઃ 1980થી આંદોલન ચાલુ છે અને હજુ ચાલતું...
Array

રામમંદિર મુદ્દે RSSનું ચોખ્ખું નિવેદનઃ 1980થી આંદોલન ચાલુ છે અને હજુ ચાલતું રહેશે

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સંઘની બેઠકના અંતિમ દિવસે સંઘના જનરલ સેક્રેટરી ભૈયાજી જોશીએ રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, સંઘનું માનવુ છે કે, સત્તામાં બેઠેલા લોકો પણ રામ મંદિરનો વિરોધ નથી કરી રહ્યા. સરકારની પ્રતિબદ્ધતા લઈને અમારા મનમાં પણ કોઈપણ પ્રકારની શંકા નથી. સરકાર રામ મંદિર નિર્માણ માટે વટહુકમ ન લાવી એ દુઃખદ બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોર્ટ રામ મંદિર અંગે પ્રાથમિકતા આપતી નથી. કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા આ મામલે સંવેદનશીલ છે. 1980 જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન હજી પણ ચાલતુ રહેશે.

સંઘ ન્યાની અપેક્ષા કરે છે, જેથી સુપ્રીમ કોર્ટે તુરંત અયોધ્યા રામ મંદિર મામલે અંતિમ નિર્ણય આપવો જોઈએ. આ પહેલા સંઘે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલે હજી સુધી કોઈપણ પ્રકારનું સમાધાન આવ્યું નથી. જેથી સંઘ નારાજ છે. આ ઉપરાંત સંઘે સુપ્રીમ કોર્ટે પર હિંદુઓની આસ્થાઓની અવગણના કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments