‘રામ કે નામ’ ડોક્યુમેન્ટ્રી નહીં જોઈ શકે આ ઉંમરના લોકો, Youtubeએ લગાવ્યો પ્રતિબંધ

0
48

જાણીતા ફિલ્મકાર આનંદ પટવર્ધને કહ્યું છે કે બાબરી મસ્જિદ વિધ્વંસ પર આધારીત તેમની રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત ડૉક્યુમેન્ટ્રી “રામ કે નામ” જોવા માટે યૂ-ટ્યુબ પર ઉંમર મર્યાદા લગાવવામાં આવી છે.

નિર્દેશકે કહ્યું કે વીડિયો શેર કરનારી વેબસાઈટ એવા “હિન્દુત્વવાદી ગુંડાઓને ધ્યાનમાં રાખી રહી છે, જે દરેક ધર્મનિરપેક્ષ સામગ્રીને સમાપ્ત કરી દેવા ઈચ્છે છે.” 1992ની આ ડોક્યુમેન્ટ્રી અયોધ્યામાં બાબરી મસ્જિદવાળા સ્થાન પર રામ મંદિર નિર્માણ માટે હિન્દૂ રાષ્ટ્રવાદી વિશ્વ હિન્દુ પરિષદના અભિયાનની સાથે-સાથે જેના કારણે ભડકેલી સાંપ્રદાયિક હિંસાની તપાસ કરે છે.

ડૉક્યુમેન્ટ્રીને એવા સમયે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બ્યૂરોથી ‘યૂ’ સર્ટિફિકેટ મળ્યુ હતું અને 1996માં સર્વોચ્ચ ન્યાયતંત્ર દ્વારા આ પ્રસારણની પરવાનગી મળ્યા બાદ તેને દૂરદર્શનના પ્રાઈમ ટાઈમ પર બતાવવામાં આવી હતી. પટવર્ધને કહ્યું કે તેઓ હેરાન છે કે તેની રીલીઝના 28 વર્ષ બાદ હવે તેને ફક્ત “પુખ્તવય”ના બતાવવા માટે લાયક દર્શાવાઈ રહી છે.

એક ફેસબુક પોસ્ટમાં નિર્દેશકે રવિવારે લખ્યું, “યૂ-ટ્યુબ પર ફરી એક વખત હિન્દુત્વાદી ગુંડાઓને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જે ઈચ્છે છે કે દરેક ધર્મનિરપેક્ષ સામગ્રી ખત્મ થઇ જાય. જેનુ તાજુ ઉદાહરણ છે કે મારી ફિલ્મને સીબીએફસીથી ‘યૂ’ (યૂનીવર્સલ એટલેકે દરેક ઉંમરના લોકો માટે) પ્રમાણપત્ર મળ્યું છે, તેમણે મારી એ જ ફિલ્મ ‘રામ કે નામ’ને જોવા માટે ઉંમર સીમા લગાવી છે.”

ફિલ્મકારે કહ્યું કે વીડિયો શેર કરનારી વેબસાઈટે આ અગાઉ ‘જય ભીમ કામરેડ’ની સાથે એવુ કર્યુ હતું, જ્યારે આ ફિલ્મને પણ ‘યૂ’ પ્રમાણપત્ર મળ્યું હતું, જે આ સવાલ ઉભો કરે છે કે “શું યૂ-ટ્યુબ આપણી સીબીએફસીથી પણ ખરાબ છે?” પટવર્ધને કહ્યું કે આ વેબસાઈટ પર હિન્દુત્વનો પ્રભાવ છે. વેબસાઈટના આ પગલાને તેમણે ધૃણિત ગણાવ્યું છે.

તેમણે કહ્યું, “જો તમે 14 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક છો તો તમારે કેટલાંક મુશ્કેલીભર્યા કામ કરવાની પરવાનગી છે, પરંતુ જો તમે ‘રામ કે નામ’ને જોઈ શકતા નથી. જોકે, અત્યારે નાની ખુશખબર છે કે જો તમે 18 વર્ષથી વધુની ઉંમરના છે તો તમે યૂ-ટ્યુબ ચેનલ પર મારી આ ફિલ્મને જોઈ શકો છો. ત્યાં સુધી આ ફિલ્મના આગળ પ્રતિબંધ લગાવવાના નવા પેંતરા ના વિચારો.”

પટવર્ધને આ બાબતે યૂ-ટ્યુબને પત્ર લખ્યો હતો, જેના પર વીડિયો શેર કરનારી વેબસાઈટે જવાબ આપ્યો હતો કે ફિલ્મ “રામ કે નામ”ની સમીક્ષા કરવામાં આવી, જેના આધારે તેમણે નક્કી કર્યુ હતું કે દરેક ઉંમરના દર્શકો માટે તૈયાર થઇ શકતુ નથી અને તેથી તેને જોવા માટે ઉંમર સીમા લાગુ કરવામાં આવી છે.

પટવર્ધને યૂ-ટ્યુબનો જવાબ પણ પોતાની પોસ્ટની સાથે શેર કર્યો છે. યૂ-ટ્યુબે જવાબમાં લખ્યું, “ફરીથી સમીક્ષા કર્યા બાદ અમે આ પરિણામ પર પહોંચ્યા છીએ કે તમારા વીડિયો અમારી કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા નથી. પરંતુ આ વીડિયો સામાન્ય દર્શકો માટે તૈયાર કરી શકાતા નથી. તેથી અમે આ વીડિયો પર ઉંમર મર્યાદા લગાવી છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here