રામ જન્મભૂમિ ટ્રસ્ટને જમીન પરત કરવાની માગ, નિર્મોહી અખાડાએ વાંધો ઉઠાવ્યો

0
0

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદ મુદ્દે નિર્મોહી અખાડાએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં કેન્દ્ર સરકારની 67 એકરજમીન રામજન્મભૂમિ ટ્રસ્ટને પરત આપવાની પરવાનગીની માગ કરી છે. આ માગની નિર્મોહી અખાડાએ અરજી કરીને વિરોધ કર્યો છે. અખાડાના કહ્યાં પ્રમાણે, આવું કરવાથી ત્યાં મંદિરો નષ્ટ થઈ જશે, જેનું સંચાલન અખાડાઓ કરે છે. જેથી કોર્ટે વિવાદીત જમીન પર નિર્ણય લે.

14 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ દાખલ થઈ છે. કોર્ટે સુનાવણીમાં કેન્દ્રની અરજી પણ સામેલ કરી છે. જેમાં બિનવિવાદીત જમીન તેના માલિકને પરત કરવાની માગ કરાઈ છે.
5 જજની બેંચ સુનાવણી કરી રહી છે
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચ સુનાવણી કરી રહી છે. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નજીર પણ સામેલ છે.
2.77 એકર જગ્યાની અંદર વિવાદીત જમીન
અયોધ્યામાં 2.77 એકર જગ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ છે. આ જ જગ્યાએ 0.313 એકરનો એવો હિસ્સો છે, જેની પર વિવાદીત ઢાંચો હતો, જેને 6 સપ્ટેમ્બર 1992ના રોજ તોડીપાડવામાં આવ્યો હતો. રામલલા આજે પણ આ 0.313 એકર જમીનની જગ્યામાં બિરાજમાન છે. કેન્દ્રની અરજી પર ભાજપ અને સરકારનું કહેવું છે કે અમે વિવાદીત જમીનને સ્પર્શતા પણ નથી.

અલ્હાબાદ હાઈકોર્ટે 9 વર્ષ પહેલા નિર્ણય આપ્યો હતો

અલ્હાબાદ હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે 30 સપ્ટેમ્બર 2010ના રોજ 2:1ની બહુમતીથી 2.77 એકરની વિવાદીત જગ્યા પર માલિકનો અધિકાર હોવાનો નિર્ણય સંભળાવ્યો હતો.આ જમીન ત્રણ પક્ષ સુન્ની વક્ફબોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે સરખા ભાગે વહેંચાઈ હતી. હિન્દુ કાયદા પ્રમાણે આ મામલમાં રામલલા પણ એક પક્ષકાર છે.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, જે જગ્યાએ રામલલાની મૂર્તિ છે તેને રામલલા બિરાજમાનને સોંપી દેવામાં આવે. રામ-ચબૂતરો અને સીતા રસોઈ ઘરને નિર્મોહી અખાડાને સોંપવામાં આવે. વધેલો એક તૃતીયાંશ ભાગ સુન્ની વક્ફ બોર્ડને સોંપવામાં આવે.

આ નિર્ણયને નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફે માન્ય રાખ્યો ન હતો અને અખાડાએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે 9 મે, 2011ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને અટકાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસ ત્યારથી ચાલી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here