રામ મંદિર મામલે આજે સુપ્રીમમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો

0
20

રામ મંદિર-બાબરી મસ્જીદ જમીન વિવાદ મામલાને મધ્યસ્થી માટે મોકલવો કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. આજે સુપ્રીમમાં હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન બંને પક્ષકારોના વકીલોએ દલીલો શરૂ કરી હતી. સુનાવણી દરમ્યાન જજોએ બંને પક્ષકારોને વાતચીતથી કોઇ રસ્તો કાઢવાનું ફરી એક વખત સૂચન કર્યું. જસ્ટીસ બોબડેએ સુનાવણી દરમ્યાન કહ્યું કે અમે આ મામલાની ગંભીરતાને સમજીએ છીએ તેમજ તેની રાજકીય અસરોને પણ સમજીએ છીએ.

રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી શરૂ થઇ છે. રામ મંદિર-બાબરી મસ્જીદ જમીન વિવાદ મામલાને મધ્યસ્થી માટે મોકલવો કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષકારોના વકીલોએ દલીલો શરૂ કરી હતી. સુનાવણી દરમ્યાન જજોએ બંને પક્ષકારોને વાતચીતથી કોઇ રસ્તો કાઢવાનું ફરી એક વખત સૂચન કર્યું. જસ્ટીસ બોબડેએ સુનાવણી દરમ્યાન કહ્યું કે અમે આ મામલાની ગંભીરતાને સમજીએ છીએ તેમજ તેની રાજકીય અસરોને પણ સમજીએ છીએ.

 

આ મામલો જમીન સાથે નહીં પરંતુ લોકોના દિલ, દિમાગ અને ભાવનાઓ સાથે જોડાયેલો છે. મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને ફરી એક વખત વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. તેમજ તેમણે દાવો કર્યો હતો કે નિર્મોહી અખાડા પણ વાતચીત માટે તૈયાર છે. જે બાદ જસ્ટીસ બોબડેએ ઉપસ્થિત તમામ પક્ષકારોને પૂછ્યું હતું કે કોર્ટ આ મામલે ચૂકાદો આપશે તો તે સૌને માન્ય રહેશે ને.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી દરમ્યાન પણ સલાહ આપી હતી કે બંને પક્ષકારો વાતચીતનો રસ્તો કાઢવા માટે વિચાર કરે. જો એક ટકો પણ વાતચીત થવાની શક્યતા હોય તો તેનો પ્રયાસ કરવો જોઇએ તેમ સુપ્રીમે જણાવ્યું હતું.. જો કે આ દરમ્યાન મુસ્લિમ પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે તેઓ વાતચીત માટે પ્રયાસો કરી શકે છે. પરંતુ રામ મંદિર પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે વાતચીતના પ્રયાસો પહેલા થઇ ચૂક્યા છે અને મધ્યસ્થીની કોઇ શક્યતા નથી.

મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને કોર્ટને જણાવ્યું હતું કે જો કોર્ટ ઇચ્છે છે તો તેઓ વાતચીતનો પ્રયાસ કરી શકે છે. પરંતુ હિંદુ પક્ષકારોના વકીલ રંજીત કુમારે જણાવ્યું હતું કે સમગ્ર મામલે મધ્યસ્થી શક્ય જ નથી. આથી મામલાની આગળ સુનાવણી થવી જોઇએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here