રામ મંદિર મુદ્દાને ‘કશ્મીર’ જેવો મુદ્દો ના બનાવો, શિવસેનાની ભાજપને ટકોર

0
28

  • CN24NEWS-01/02/2019
  • મુંબઇ: અયોધ્યામા રામ મંદિર નર્માણની માગને લઈને શિવસેનાએ ફરી કટાક્ષ કર્યો છે. શિવસેનાએ રામ મંદિર મુદ્દાની તુલના કશ્મીર મુદ્દા સાથે કરી. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ઉલ્લેખ કર્યો છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવકના નેતા મંદિર નિર્માણમાં વિલંબ માટે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશોને નિશાન બનાવવાના બદલે પ્રધાનમંત્રી અને બીજા ભાજપના નેતાઓને કેમ જવાબદાર નથી ગણાવતા.રામ મંદિરનો મુદ્દો જટિલ ના બનવા દેવો જોઈએ. જેટલો જમ્મૂ-કશ્મીરનો છે. જેનું ભવિષ્યમાં કોઈ સમાધાન નજરે નથી પડી રહ્યું. ભાજપે મંદિર નિર્માણમાં થઈ રહેલા વિલંબ માટે કોંગ્રેસ પર આંગળી ના ચીંધવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, રામ મંદિર મુદ્દે વધી રહેલા દબાણ વચ્ચે દેશના વડાપ્રધાને એક નિવેદન આપ્યું હતું.
  • પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, અયોધ્યામાં વિવાદિત ઢાંચા પાસેની વધારાની જમીન એક હિન્દુ ટ્રસ્ટ અને અન્ય જમીન માલિકોને પરત કરવા મંજૂરી આપી દેવી જોઈએ. તો શિવસેનાએ પ્રહાર કર્યો હતો.જો આ સમાધાન છે તો ભાજપ નેતૃત્વવાળી સરકારે ચાર વર્ષમાં આ મુદ્દે કેમ ના વિચાર કર્યો. એવું લાગી રહ્યું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આ પ્રસ્તાવ લઈને આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here