‘રામ રાખે તેને કોણ મારે’, 71 ટકા દાઝી ગયેલી Corona પોઝિટિવ યુવતીને મળ્યું નવજીવન

0
6
૭૧ ટકા બર્ન દર્દીના ૧૮ થી ૨૦ ટકા જ બચવાના ચાન્સ રહે છે, સાથે કોરોના પોઝિટિવ હોવાથી રીકવરીની શક્યતા ખુબ ઓછી હતી, પરંતુ ડોક્ટર અને સ્ટાફની મહેનત રંગલાવી અને પ્રથમ અપવાદરૂપ કિસ્સો બન્યો.
૭૧ ટકા બર્ન દર્દીના ૧૮ થી ૨૦ ટકા જ બચવાના ચાન્સ રહે છે, સાથે કોરોના પોઝિટિવ હોવાથી રીકવરીની શક્યતા ખુબ ઓછી હતી, પરંતુ ડોક્ટર અને સ્ટાફની મહેનત રંગલાવી અને પ્રથમ અપવાદરૂપ કિસ્સો બન્યો.

અમદાવાદ: કોરોના મહામારી સમયમાં , કોરોના પોઝિટીવ દર્દી ૭૧ ટકા બર્ન્સ સાથે આવેલ હોય અને બે માસ ૧૫ દિવસની સારવાર બાદ . દર્દી સંપૂર્ણ સાજા થઇ ઘરે ગયા હોય તેનો પ્રથમ કિસ્સો SVP હોસ્પિટલ ખાતે બનાવ પામેલ છે.

SVP હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. એસ ટી મલ્હાનએ એક અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે, ૨૩ વર્ષીય યુવતી ઘર રસોઈ બનાવતા ૭૧ ટકા જેટલી ખરાબ હાલતની દાજી જવા પામેલ, અને તેના જીવનું જોખમ ઉભુ થયેલ. યુવતીને પ્રથમ એલ જી હોસ્પિટલ લઇ જવાના આવી હતી, પરંતુ દર્દી કોરોના પોઝિટીવ માલન પડતા વધુ સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી.

સામાન્ય રીતે ૭૧ ટકા બર્ન્સ ઇન્જરી સાથેના દર્દીની બચવાની સંભાવના ખુબ ઓછી હોય છે. અને સાથે સાથે કોવિડ પોઝિટીવ હોવાથી ઇમ્યુનો સ્પ્રેશનના કારણે રીકવરી થવાની શકાય ઓછી થવા પામે છે. પરંતુ અહીં પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા વિજય ભાટ્ટીયા તથા જનરલ મેડિશન વિભાગના વડા અમિબહેન પરિખ દ્વારા આ પડકાર લઇ દર્દીને બચાવા માટે એક સાથે કોવિડ અને તથા બર્ન્સ ઇજરીની સારવાર કરવામાં આવી હતી તથા દર્દીની સારવારનું સતત મોનિટરીંગ કરવામાં આવેલ.

રેસિન્ડ ડોક્ટર તથા પેરા મેડિકલ સ્ટાફ અને દર્દીના કેર સર્વિસ સ્ટાફની ત્રણ સપ્તાહની સઘન મહેનતને અને રાત્ર દિવસની સારવારના પરિણામો દર્દીનો કોવિડ નેગેટિવ થયેલ. આ ત્રણ સપ્તાહની સારવાર દરમિયાન દર્દીની ડ્રેસિંગ દરમિયાન સંપૂર્ણ સ્ટાઇલ વાતાવરણ અત્યારે કાળજી પૂર્વક કોઇ અન્ય ઇન્ફેક્શન ન લાગે તે કરવામાં આવે.

દર્દીની સારવાર માટે પોતાની સ્ક્રિન પુરતી ન હોવાથી હોમો ગ્રફાટ ( સ્કિન બેંકમા સ્ટોરમાં કરવામાં આવેલ સ્કિન ) સ્ક્રિન જરૂરિયાત ઉભી થયેલ આથી સમગ્ર દેશની જુદીજૂદી સ્ક્રિન બ્રેકનો સંપર્ક કરવામાં આવેલ અને બેલગામ ખાતે આવેલ ડો. પ્રભાકર કોરે હોસ્પિટલ ખાતે સ્ક્રિન બેંકમા જરૂરી સ્ક્રિન ઉપલબ્ધ હોવાતી ત્યાથી સ્ક્રિન લાવવામાં આવી.

સમગ્ર દેશમાં લોક ડાઉનની પરિસ્થિતિની કારણે કોલ્ડ ચેઇન મેઇન્ટેન કરી સ્ક્રીનનું ટ્રાન્સુપોર્ટેશન કરવું શક્ય ન હોવાથી, દર્દીના સગાવ્હાલાનો સહકાર મળવા પામેલ. તેઓ જાતે જઇ ૩૬ કલાકની મુસાફરીમાં કોલ્ડ ચેઇન મેઇન્ટેન કરી એસ વી પી હોસ્પિટલ ખાતે પહોંચાડવાના આવ્યા અને સ્ક્રિન પહોંચતા એક કલાકના ગાડામા દર્દીની હોમો ગ્રાફ અને ઓટો ગ્રાફ સાથે કમ્બાઇડ સર્જરી કરવામાં આવી હતી, ત્યારબાદ બે સપ્તાહ બાદ ઇન્જકીના બાકી રહેલા ૩૦ ટકા ભાગની સારવાર માટે ફરી એક વાર ઓટ ગ્રાફ સર્જરી કરવામાં આવી હતી.

બે માસ ૧૫ દિવસની સારવારમાં દર્દી પર બે વાર સર્જરી અને ૩૪ વખત ડ્રેસિંગ ચેન્જ કરવાની કામગીરી કરાઇ. જ્યારે દર્દીને ૧૪ બોટલ બ્લડ અને ૪૦ આલબ્યુન ટ્રાન્સફર કરવામાં આવેલ છે. ભારત દેશમાં ૭૧ ટકા ઇન્જરી સાથે આવેલ દર્દીને બચવાની સંભાવના ૧૮ થી ૨૦ ટકા હોય છે. તેમાં કોવિડ જેવી મહામારી અને તેના શરીરના વિવાદ અંગો પર થયેલ અસરો અંગે ઘણુ જાણવાનું બાકી છે. તેવા સમયમાં જ્યારે સદર હુ રોગની સારવાર ઉપલબ્ધ નથી. ત્યારે આ દર્દીની જીંદગી બચાવી અને સારવાર આપવી કોઇ મેડિકલ પેરમિડકલ સ્ટાફને ઇનફેક્શન થયા વગર કપરી સ્થિતિ છે. તેમ છતા એસ વી પી હોસ્પિટલ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here