રાશિદ ગાઝીના ખાતમા પછી ખૂંખાર અબુ બકર જૈશનો નવો કમાન્ડર

0
41

શ્રીનગરઃ જૈશનો નવો કમાન્ડર અબુ બકાર પાકિસ્તાની સેનાને ભારતનાં મોટા પ્રમાણમાં ઘુસાડવાની ફિરાકમાં છે. આ જ કારણે પાકિસ્તાની આર્મી છેલ્લા 2 દિવસોમાં ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુકી છે. IED એક્સપર્ટ અબુ બકરને અફઘાન લડાકુઓ સાથે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ગત વર્ષે પણ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરાયો હતો
સૂત્રો પ્રમાણે ગત વર્ષે જુલાઈ મહિનામાં અબુ બકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ખાતેથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો પ્રમાણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં બોઈ (BOI) મદારપુર, ફગોશ અને દેવલિયાનાં ટ્રેનિંગ કેમ્પમાં જૈશ-એ-મહોમ્મદનાં 2 ડઝન આતંકીઓને ખાસ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
છેલ્લા 2 દિવસમાં ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાની સેના ભારતમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી કરાવવાનાં પ્રયાસમાં લાગી ગઈ છે. આ જ કારણે પાકિસ્તાની આર્મી છેલ્લા 2 દિવસોમાં ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુકી છે. જેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જૈશનો આતંકી
મૌલાના મસૂદ અઝહર પુલવામા હુમલા પછી પણ શાંત બેઠો નથી.
તે ફરી ભારતમાં ઘુસીને આતંકી હુમલાઓ કરવાની ફિરાકમાં છે. જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ અલગ અલગ 298 આતંકવાદીઓ હાજર છે. કાશ્મીરની ઘાટીમાં આ સમયે સૌથી વધુ લશ્કરનાં 80 પાકિસ્તાની આંતકી અને 55 સ્થાનિક આતંકીઓ હાજર છે. આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદનાં 22 પાકિસ્તાની આતંકી અને 19 સ્થાનિક આતંકી કાશ્મીરમાં આજે પણ સક્રિય છે.
આ સમયે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI હિઝબુલ મુજાહિદ્દીનના વિદેશી અને સ્થાનિક આતંકવાદીઓ પર ઓપરેશન માટે વિશ્વાસ નથી કરી રહ્યા. હિઝબુલનાં સ્થાનિક આતંકીઓની સૌથી વધુ સંખ્યા 102 કાશ્મીરમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here