Thursday, September 23, 2021
Homeરાશિફળ : જાણો આજ નો દિવસ કેવો રહેશે તમારો
Array

રાશિફળ : જાણો આજ નો દિવસ કેવો રહેશે તમારો

મેષ:
આજે સરકાર વિરોધી કાર્યોથી દૂર રહેજો, દુર્ઘટનાથી બચવું અને બહારનુ ખાવાપીવાનું ટાળજો. કામ સમયાનુસાર પૂર્ણ નહી થાય. ઉચ્ચ અધિકારીઓ તમારા પક્ષમાં નહી રહે અને સંતાનની સાથે મતભેદ સર્જાઇ શકે છે. આજે મહત્વપૂર્ણ લેવા નહીં.

વૃષભ:
આજે સ્નેહીજનો સાથે મનોરંજનમાં દિવસ પસાર થશે, સુંદર વસ્ત્રો અને ભોજન મળશે તેમજ બપોર પછી તબિયત પર વધુ ધ્યાન આપજો અને આજે ખર્ચ વધારે થશે.

મિથુન:
આજે પરિવાર સાથે ઉત્સાહમાં દિવસ પસાર થશે, તમારા અધૂરા કાર્યો પૂરા થશે અને આર્થિક લાભ થશે. બપોર બાદ મંનોરજન જોવા મળશે અને માન-સન્માન પ્રાપ્ત થશે, સ્નેહીજનો સાથે ફરવા જવાની તક મળશે.

કર્ક:
આજે ભવિષ્ય માટે આર્થિક આયોજન થઈ શકશે અને એકાગ્રતાપૂર્વક કાર્ય કરવાથી કાર્યમાં સફળતા મળશે. કોઇની સાથે વાદ-વિવાદ કરવો નહી, પરિવારમાં શાંતિ જોવા મળશે. અધૂરા કાર્યો પૂરા થશે અને વ્યવાસિયક ક્ષેત્રમાં સારો સહયોગ મળશે.

સિંહ:
આજે માતાની તબિયત સાચવજો, આર્થિક હાનિ થઈ શકે છે. મહેનત અનુસાર પરિણામ મળશે અને વિદ્યાર્થીઓને કાર્યમાં સફળતા મળશે. આથે બૌધ્ધિક ચર્ચા ટાળજો, નવા કાર્યની શરૂઆત કરવી નહી.

કન્યા:
આજે આધ્યાત્મિકતા તરફ વધુ આકર્ષણ રહેશે, આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. નવા કાર્યની શરૂઆત કરી શકો છો. સ્નેહીજનો સાથે મુલાકાત થશે, વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરશો, માતાની તબિયત બગડી શકે છે. દસ્તાવેજ કરવાનું ટાળજો.

તુલા:
આજે તમારી તબિયત ખરાબ થઈ શકે છે, ધાર્મિકકાર્યો પાછળ ખર્ચા થઈ શકે છે. બપોર બાદ પ્રસન્નતાનો અનુભવ થશે. આજે આર્થિક લાભ થશે અને કાર્યમાં સફળતા મળશે. નાના પ્રવાસની સંભાવના છે, ભાગ્યવૃદ્ઘિના સંકેત છે.

વૃશ્ચિક:
આજે પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળશે, આજે ક્રોધ પર સંયમ જાળવજો. બપોર બાદ નકારાત્મક વિચારો તમને હેરાન કરી શકે છે. આજે તમારી વાણીથી કોઇને અપમાન જેવુ લાગી શકે છે. આજે ધાર્મિક કાર્યો પાછળ ખર્ચો થશે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં અડચણો જોવા મળી શકે છે.

ધન:
આજે વાણી પર સંયમ જાળવજો અને ક્રોધ કરવો નહીં, પરિવાર સાથે વિવાદ થઇ શકે છે અને બપોર પછી કાર્યોમાં સફળતા જોવા મળશે. સ્નેહીજનો સાથે મુલાકાત થશે અને તેનો લાભ પણ મળશે. આજે તબિયત સારી રહેશે.

મકર:
આજે આર્થિક, સામાજિક અને વ્યાવસાયિક ધોરણે લાભ થશે, બપોર બાદ સાવધાની જાળવજો. તબિયત સાચવજો અને વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. મનોરંજન પાછળ ખર્ચ થશે અને કોર્ટ કાર્યમાં સંભાળવુ અને સંબંધીઓની સાથે વિવાદ થાય નહી તેનું ધ્યાન રાખજો.

કુંભ:
આજે તમારા સન્માનમાં વધારો થશે, ધનલાભ થશે. તમામ કાર્યો પૂરા થશે અને ઉચ્ચ અધિકારીઓ તમારા પર ખુશ જોવા મળશે. પ્રમોશનનો યોગ છે અને મિત્રોની સાથે પ્રવાસનો યોગ છે. વેપારમાં લાભ થશે અને આવકમાં પણ વધારો થઇ શકે છે.

મીન:
આજે ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિસ્પર્ધીઓની સાથે વિવાદ કરવો નહીં, પ્રવાસ થઇ શકે છે. બપોર પછી કાર્યસ્થળે સારુ વાતાવરણ જોવા મળશે. અધૂરા કાર્યો પૂરા થશે અને સંતાનની પ્રગતિ થશે. તબિયત સારી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments