- CN24NEWS-21/06/2019
ધર્મ ડેસ્ક: 21 જૂનનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.
મેષ રાશિ- આજે તમને નવી જવાબદારી મળી શકે છે. પૈસાની સમસ્યા ઉકેલાઈ જશે. પૈસાને લઈને ભવિષ્ય માટે યોજના બનાવશો. નોકરી અને બિઝનેસમાં મદદ મળશે. પોતાની યોજના ઉપર ભરોસો રાખવો. સફળતા મળશે અને ફાયદો પણ થશે. નિર્ણય લેવા માટે અને યોજના ઉપર કામ કરવા માટે દિવસ સારો છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે.
નેગેટિવ- સમજી-વિચારીને રોકાણ કરવું. તમારા પૈસા અટવાઈ શકે છે. ગુસ્સામાં અને ઉતાવળમાં તમારા કામ બગડી શકે છે.
ફેમિલી- પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બનશે. ગેરસમજ પણ દૂર થશે.
લવ- લવ લાઈફમાં ભાગ્યનો સાથ મળશે.
કરિયર- રોકાણ માટે સમય યોગ્ય નથી. જૂના રાકોણથી લાભ થશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. નિરાશાથી દૂર રહેવું.
હેલ્થ- પોતાની અને પરિવારના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. મૌસમી બીમારી થઈ શકે છે.
શું કરવું – 1 સિક્કા ઉપર સિંદૂર લગાવીને હનુમાનજીને ચઢાવવો.
…………..
વૃષભ રાશિ
પોઝટિવ- નોકરી અને બિઝનેસમાં ભાગ્યનો સાથ મળશે. ધારેલા કામ પૂરા થશે અને ફાયદો પણ મળશે. કિરયર, પૈસા અને સન્માન માટે કોઈ વ્યક્તિ ખાસ રહેશે. પૈસાની સમસ્યા થોડો સમય જ રહેશે. ચતુરાઈપૂર્વક તમારા કામ પૂરા થશે. સમજદાર લોકો તમારું સન્માન કરશે. લગ્નજીવનમાં સુખ મળશે. પરિવાર સાથે સમય પસાર થશે.
નેગેટિવ- કામનું ભારણ રહેશે. ભાગદોડ રહેશે. તમારી સામે ઘણા પ્રકારની જવાબદારીઓ આપશે. કોઈ ખાસ વ્યક્તિને નજરઅંદાજ કરવાથી નુકસાન થઈ શકે છે. કોઈ સાથે અણબનાવ પણ થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં પૈસા સાથે જોડાયેલું જોખમ ન લેવું.
ફેમિલી- લગ્નજીવન સુખી રહેશે.
લવ- પાર્ટનર સાથે સમય વિતાવવાની તક મળશે.
કરિયર- કાર્યસ્થળે વિવાદ થઈ શકે છે. સાવધાન રહેવું. વિદ્યાર્થીઓને ઓછી મહેનતમાં વધારે સફળતા મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં દિવસ ઠીક ઠીક રહેશે. ચિંતા અને માથાનો દુખાવો રહેશે.
શું કરવું – થોડાક ઘીમાં સાકર મેળવીને ખાવી.
…………..
મિથુન રાશિ
પોઝિટિવ- આજે તમારા અટવાયેલા કામ થશે. નાના પ્રયત્નોથી આગળ વધવાની કોશિશ કરવી. તેનાથી તમને ફાયદો મળશે. જમીન-જાયદાદ ખરીદવાનું વિચારી શકો છો. નોકીર અને પૈસાની બાબતમાં આગળ વધવાની કોશિશ કરો. નવી તક તમારી સામે આવી શકે છે. તમારી રીતે જ આગળ વધવાની કોશિશ કરો.
નેગેટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણે ચિંતા રહેશે. કોઈ સાથે અણબનાવ પણ થઈ શકે છે. પ્રેમી કે જીવનસાથીને તમારા વિચોરો પસંદ ન પણ પડે. જેનાથી સંબંધો બગડી શકે છે. શારીરિક જોખમ ન લેવું. જરૂરી નિર્ણય પણ આજે ન લેવો. પૈસાની બાબતમાં પણ પરેશાનીનો સામનો કરવો પડશે. જે જગ્યાએથી તમને મદદ મળવાની અપેક્ષા હતી ત્યાંથી નિરાશા મળી શકે છે. ઓફિસમાં તણાવ રહેશે. વાતોમાં સમયને ખરાબ ન કરવો. સમયસર કામ પૂરું ન થવાથી પરેશાન રહેશો.
ફેમિલી- પતિ-પત્ની વચ્ચે અણબનાવ થઈ શકે છે. સંબંધોમાં સાવધાનીથી આગળ વધવું.
લવ- લવ લાઈફ માટે સમય સારો છે.
કરિયર- કરિયર માટે સમય સારો છે મહેનત કરતા રહો.
હેલ્થ- માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
શું કરવું – મગ ખાવા.
………………
કર્ક રાશિ
પોઝિટિવ- ચંદ્રમાની સ્થિતિના કારણ આજે કામને પૂરું કરવાનો ઉત્સાહ રહેશે. જૂના વિવાદો ઉકેલાઈ જશે. મહત્વના લોકો સામે પોતાના મનની વાત રજૂ કરી શકશો. સમય સાથે ચાલશો તો તમને સારી તક મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ચૂપચાપ કામ કરતા રહો સફળતા મળશે. તમારા વ્યવહારના વખાણ થશે.
નેગેટિવ- ઉત્સાહ સાથે હોશનું સંતુલન જરૂરી છે. પૈસાની બાબતમાં સમજી વિચારીને નિર્ણય લેવો. તમારા કામમાં બીજા લોકો દખલ આપશે. જેનાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. તમારા કામ અધૂરા રહી શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. ખાસ કામ અધૂરા રહેશે.
ફેમિલી- પરિવારની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.
લવ- કુંવારા લોકો માટે સારો સમય છે. પ્રેમનો પ્રસ્તાવ મળશે.
કરિયર- ઓફિસમાં તમારા સારા વ્યવહારથી કામને પૂરું કરશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.
હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.
શું કરવું – ગંગાજળ પીવું.
……………
સિંહ રાશિ
પોઝિટિવ- આજે તમારી સાથે નવા લોકો જોડાઈ શકે છે. જે આવનાર દિવસોમાં તમને મદદ કરશે. નોકરી અને બિઝનેસમાં બદલાવનો મૂડ બની શકે છે. હકારાત્મક રહેવું. બીજાની મદદ કરવી. સમસ્યાના મૂળ સુધી જવાના પ્રયાસ કરવો. સંતાનના અભ્યાસ ઉપર ધ્યાન આપવું.
નેગેટિવ- કામમાં મન ઓછું લાગશે. આળસના કારણે સારી તક હાથમાંથી જઈ શકે છે. દુશ્મનોથી સાવધાન રહેવું. ખોટા નિર્ણયોના કારણે મુશ્કેલી વધશે. બિનજરૂરી કામમાં સમય ખરાબ થઈ શકે છે.
ફેમિલી- પાર્ટનરનો સહકાર મળશે.
લવ- આજે લવ-લાઈફમાં ભાગ્યનો ઓછો સાથ મળશે. લગ્નની વાત ટાળી દેવી. પ્રેમીઓ માટે સમય ઠીક ઠીક છે.
કરિયર- બિઝનેસ કરનાર માટે સમય સારો છે. તમને ફાયદો થશે. કરિયર બનાવવા ઉપર તમારું ધ્યાન રહેશે. વિચારીને નિર્ણય લેવા.
હેલ્થ- પેટ ખરાબ થઈ શકે છે.
શું કરવું – વિષ્ણુ મંદિરમાં ઘઉંનું દાન કરવું.
…………
કન્યા રાશિ
પોઝિટિવ- તમારો દિવસ સારો રહેશે. તમારી આવક વધશે. ઘર-મકાનમાં કરેલા રોકાણથી લાભ થશે. સારા સમાચાર મળી શકે છે. અચાનક ધનલાભ થશે. કામમાં તમારા વખાણ થઈ શકે છે. આવનારા દિવસોમાં પણ તમને ફાયદો થશે. મુશ્કેલીઓ દૂર થશે. મિત્રો સાથે સમય પસાર થશે.
નેગેટિવ- પહેલા સમજી લેવું પછી જ વચન આપવું. તમારી અપેક્ષા કરતા અલગ સ્થિતિનું નિર્માણ થશે. અમુક લોકો તમારો વિરોધ કરી શકે છે. અમુક લોકો સાથે ગેરસમજ થઈ શકે છે. નજીકના લાકો તમારો દોષ કાઢશે.
ફેમિલી- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો.
લવ- લવ લાઈફ માટે સારો સમય છે.
કરિયર- ભાગીદારીના ધંધામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું – પેન ઉપર લીલો દોરો બાંધવો.
………….
તુલા રાશિ-
પોઝિટિવ- ઓફિસમાં પડતર કામ પૂરૂં કરવાનું મન બનાવશો. કરિયરમાં આગળ વધવાની તક મળશે. આજે યોજનાઓ બનાવશો અને તેના પર કામ પણ કરશો. સફળતા મળશે. લોકોની મદદથી તમારી આવક વધશે. કામમાં ઝડપ આપશે. પાર્ટનર સાથે સંબંધો સારા થશે. પાર્ટનર તરફથી જરૂરી માનસિક સહકાર મળશે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.
નેગેટિવ- ઝડપથી આગળ વધવા માટે શોર્ટકટ લેવાથી બચવું. અજાણ્યા લોકો ઉપર ભરોસો કરવાથી ધનહાનિ થઈ શકે છે.પૈસાને લઈને દબાણ રહેશે.
ફેમિલી- પતિ-પત્ની વચ્ચે ગેરસમજ દૂર થશે. લગ્નજીવન સુખી રહેશે.
લવ- લવ લાઈફ સારી રહેશે.
કરિયર- આર્થિક બાબતમાં દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક રહેશે.
હેલ્થ- પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.
શું કરવું – કોઈ ગરીબને ખીર ખવડાવવી.
…………
વૃશ્ચિક રાશિ-
પોઝિટિવ- આજે કામનું ભારણ રહેશે આજે કરેલા કામનો લાભ આવનાર દિવસોમાં મળશે. તમારા સંપર્કો મજબુત થશે. આજે શાંત રહેવું. વ્યવહારું રહેવું. ખાસ કામ થોડી રાહ જોઈને કરવું. મોજમસ્તી સાથે નવું શીખવાની તક મળશે.
નેગેટિવ- તમારા માટે ચંદ્રમાની સ્થિતિ સારી નથી. રોમાન્સની બાબતમાં અવરોધ આવશે. દરેક કામ સાવધાનીપૂર્વક કરવા. તમારા પૈસા અટવાઈ શકે છે. સંબંધોમાં સ્થિતિ પડકારજનક બનશે.
ફેમિલી- સંબંધોમાં સાચવવું. પાર્ટનરની ભાવનાનું સન્માન કરવું.
લવ- પાર્ટનર ભાવુક થઈ શકે છે.
કરિયર- કામના સ્થળે વિવાદ થઈ શકે છે. નવી યોજના શરૂ કરવી નહીં. મહેનતના પ્રમાણમાં ફળ મળશે નહીં. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું – સાથે કામ કરનાર વ્યક્તિને ચટપટી વસ્તુઓ ખવડાવવી.
…………..
ધન રાશિ-
પોઝિટિવ- ઓફિસમાં ધારેલા કામ સમયસર પૂરા થશે. અધિકારી તમારા વખાણ કરી શકે છે. આવકમાં વધારો થશે બઢતી મળી શકે છે. નવી યોજનાની ઓફર મળશે. નોકરી અને બિઝનેસમાં સમસ્યાનું સમાધાન થશે. ભાગીદારીના કામમાં આગળ વધશો. અમુક બાબતમાં તમારે શાંત રહેવું પડશે. તમને પૈસા કમાવવાના નવા વિચારો આવી શકે છે.
નેગેટિવ- તમારા પ્લાનિંગને વારંવાર બદલો નહીં. તમે ભાવુક થશો તો જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે.
ફેમિલી- જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. વાણી અને ભાવનાઓ ઉપર સંયમ રાખવો.
લવ- પ્રેમીઓ માટે દિવસ સારો રહેશે. પાર્ટનરનો સહકાર અને પ્રેમ મળશે.
કરિયર- સરકારી કર્મચારીઓ માટે દિવસ સારો રહેશે. અધિકારીઓનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. મિત્રોની મદદ મળશે.
હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે. મસાલાવાળું ભોજન કરવું નહીં.
શું કરવું – પીપળાના વૃક્ષને દૂધ અને પાણી ચઢાવવું.
………..
મકર રાશિ-
પોઝિટિવ- કરિયરમાં નવી તક મળવાના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આજે સંબંધો મજબૂત બનશે. સંબંધોમાં બદલાવ પણ આવશે. મોટા ભાગની સમસ્યાનું સમાધાન મળશે. તમારા પ્રયત્નો સફળ થશે. નજીકના લોકો સાથે વાતચીત થશે. ધાર્મિક કાર્યક્રમનો ફાયદો થશે.
નેગેટિવ- રોકાણને લઈને લોકોની સલાહમાં ન પડવું. સંબંધોમાં બદલાવ આવશે. પરીવાર અને પૈસાની સમસ્યા વધી શકે છે. બિનજરૂરી ખર્ચ થશે. કોઈ ટિપ્પણીથી દૂર રહેવું. નુકસાન થવાનો ડર છે, સાવધાન રહેવુ.
ફેમિલી- પરીવારમાં સમસ્યાઓ આવશે.
લવ- પાર્ટનર સાથે વાતચીત કરવામાં સાવધાની રાખવી. બીજા કોઈનો ગુસ્સો પાર્ટનર ઉપર કાઢવો નહીં.
કરિયર- કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. મિત્રો સાથે સમય પસાર થશે. આજે તમને સારી સલાહ મળી શકે છે.
હેલ્થ- માનસિક અશાંતિ રહેશે. થાક અને આળસ રહેશે.
શું કરવું – હનુમાનજીને તેલનો દીવો કરવો.
………………
કુંભ રાશિ-
પોઝિટિવ- આજે આવક અને ખર્ચને બેલેન્સ કરવામાં સફળ થશો. નવા કામની શરૂઆત થઈ શકે છે. અટકેલા કામ પણ શરૂ થઈ શકે છે. ઓફિસમાં વધારાની જવાબદારી મળી શકે છે. આ જવાબદારીને પૂરી કરવાથી આવનારા દિવસોમાં તેનો ફાયદો મળશે. જૂનો હિસાબ પણ એકવાર ચેક કરી લેવો. યાત્રાનો યોગ બની રહ્યો છે. નવું વાહન ખરીદવાનું વિચારી શકો છો. મકાન કે પ્લોટ ખરીદવાનું વિચારશો તો તેમાં સફળતા મળશે.
નેગેટિવ- કોઈપણ સ્થિતિમાં બીજાની નિંદા કરવી નહીં. સાથે કામ કરનાર લોકો સાથે વિવાદ થઈ શકે છે. ગેરસમજ પણ થઈ શકે છે. ઓફિસમાં સાથી કર્મચારીનું કામ તમારે કરવું પડી શકે છે. કામનું ભારણ વધશે.
ફેમિલી- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો.
લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.
કરિયર- બિઝનેસ માટે દિવસ સારો છે. રાકાણમાં ફાયદો થશે. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે.
હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. માથાનો દુખાવો થઈ શકે છે.
શું કરવું – એક ચપટી તલ ખાવા.
…………..
મીન રાશિ-
પોઝિટિવ- નોકરી અને બિઝનેસમાં તમારું કામ સારું રહેશે. તમારા કામના વખાણ થશે. નવું શીખવાની તક તમને મળી શકે છે. દિવસભર હકારાત્મક રહેશો. ધીમે ધીમે બધુ સારું થઈ જશે. નવા લોકો ને મળવાની તક મળશે. રોમાન્સ માટે સમય કાઢશો. ક્રિએટિવ કામમાં સફળતા મળશે. ધીરજથી કામ કરશો તો વધારે કામ કરી શકશો.
નેગેટિવ- બાળકો કે નજીકના વ્યક્તિ સાથે મુશ્કેલ સ્થિતિનું નિર્ણાણ થશે. કોઈ વાતને લઈને તમે દુ:ખી થઈ શકો છો. કામનું ભારણ રહેશે. ભાગદોડ રહેશે. વિવાદથી દૂર રહેવાની કોશિશ કરવી. વિવાદમાં પડવું નહીં.
ફેમિલી- ફરવા જઈ શકો છો.
લવ- પાર્ટનર સાથે સમય વિતાવશો.
કરિયર- ખર્ચ વધારે થઈ શકે છે. કામમાં લોકોનો સહાકાર મળશે. વિદ્યાર્થીઓને આળસ અને થાક લાગશે.
હેલ્થ- સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું. પેટની બીમારી થઈ શકે છે.
શું કરવું – ચોખામાં હળદર મેળવીને પાણીમાં વહેડાવી દેવા.
ivermectin generic generic stromectol 6mg