Tuesday, September 21, 2021
Homeરાષ્ટ્રપતિ ચૂંટણી અને રશિયા સાથે મિલીભગતના આરોપો સામે ટ્રમ્પ દોષમુક્ત,
Array

રાષ્ટ્રપતિ ચૂંટણી અને રશિયા સાથે મિલીભગતના આરોપો સામે ટ્રમ્પ દોષમુક્ત,

વોશિંગ્ટન (યુએસ): અમેરિકામાં વર્ષ 2016ના પ્રેસિડન્ટ ઇલેક્શનમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ કરી રહેલા સ્પેશિયલ કાઉન્સિલ રોબર્ટ મુલરે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી અભિયાન ટીમે રશિયા સાથે કોઇ સાંઠ-ગાંઠ કરી નહતી. આ રિપોર્ટનો ફાઇનલ ડ્રાફ્ટ શનિવારે અમેરિકન સાંસદોને સોંપવામાં આવ્યા હતા. સ્પેશિયલ કાઉન્સિલ મુલરે અંદાજિત બે વર્ષની તપાસ બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. સાંસદોને સોંપવામાં આવેલા રિપોર્ટના સારમાં આ સવાલ પર કોઇ નિષ્કર્ષ નથી આપવામાં આવ્યું કે, શું પ્રેસિડન્ટ ટ્રમ્પે ન્યાયિક પ્રક્રિયામાં ગેરકાયદે રીતે નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા? રિપોર્ટમાં આ સવાલ પર પ્રેસિડન્ટને સ્પષ્ટ નિર્દોષ નથી દર્શાવવામાં આવ્યા.

 

ટ્રમ્પે ટ્વીટ દ્વારા જાહેરાત કરી

અમેરિકન કોંગ્રેસમાં રિપોર્ટનો સારાંશ એટર્ની જનરલ વિલિયમ બ્રારે રાખ્યો. તેઓએ કહ્યું કે, રિપોર્ટમાં એ સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવાઓ નથી કે પ્રેસિડન્ટે ન્યાયમાં અવરોધ ઉભો કરવાનો અપરાધ કર્યો છે.

https://twitter.com/realDonaldTrump/status/1109918388133023744

આ રિપોર્ટને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત તરીકે જોવામાં આવે છે. રિપોર્ટની વાતો સાર્વજનિક થતાં જ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી – કોઇ મિલીભગત નહીં, કોઇ અવરોધ નહીં, સંપુર્ણ રીતે દોષમુક્ત.

રિપોર્ટમાં શું જાણકારી આપવામાં આવી છે?

એટર્ની જનરલ બ્રારે રિપોર્ટનો જે સારાંશ રજૂ કર્યો તેમાં વર્ષ 2016ના પ્રેસિડન્ટ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રશિયાના પ્રયત્નોને લઇને તપાસના પરિણામોની જાણકારી આપવામાં આવી છે. બ્રારે કહ્યું કે, સ્પેશિયલ કાઉન્સિલ એ નથી જણાવી શક્યા કે કોઇ અમેરિકન નાગરિક અથવા ટ્રમ્પના અભિયાન સાથે જોડાયેલા અધિકારીઓએ કાવતરું ઘડ્યું કે પછી જાણી જોઇને સાંઠ-ગાંઠ કરી. રિપોર્ટના બીજાં હિસ્સામાં ન્યાયમાં અવરોધ ઉભો કરવાના મુદ્દે જાણકારી આપવામાં આવી છે. એટર્ની જનરલે સાંસદોને કહ્યું કે, આ રિપોર્ટ સાથે જોડાયેલી અન્ય જાણકારીઓ પણ આગામી દિવસોમાં ઝડપથી જાહેર કરશે, પરંતુ હાલ કેટલીક બાબતો પ્રતિબંધિત છે.

રિપોર્ટ પર પ્રતિક્રિયાઓ

પ્રેસિડન્ટના વકીલ રૂડી જૂલિયાનીએ આ રિપોર્ટને યોગ્ય ઠેરવ્યો છે. જ્યારે વ્હાઇટ હાઉસની પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું કે, રિપોર્ટમાં પ્રેસિડન્ટને સંપુર્ણરીતે દોષમુક્ત ગણવામાં આવ્યા છે. જો કે, ડેમોક્રેટિક પાર્ટીના નેતા જેરી નાડલરે કહ્યું કે, તપાસ બાદ તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટને જનતા સામે રાખવો જોઇએ. પારદર્શિતા હોવી અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓએ દાવો કર્યો છે કે, કોઇને કોઇ સાંઠ-ગાંઠ ચોક્કસથી હતી. એટર્ની જનરલે આ સંભાવનાથી ઇન્કાર નથી કર્યો કે, ટ્રમ્પે ન્યાય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાના પ્રયત્નો કર્યા હોય.

કોણ છે મુલર?

રોબર્ટ મુલર 2016માં થયેલા અમેરિકન પ્રેસિડન્ટ ઇલેક્શનમાં રશિયાના કથિત હસ્તક્ષેપની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલા સ્પેશિયલ કાઉન્સિલ છે. મુલર જ્યોર્જ ડબલ્યૂ બુશ અને બરાક ઓબામાના કાર્યકાળમાં 12 વર્ષ સુધી FBIના ડાયરેક્ટ રહ્યા છે. તેઓ મરીન કોર્પ્સમાં હતા અને વિયેતનામ લડાઇ પણ લડી ચૂક્યા છે. બાદમાં મુલર લાંબા સમય સુધી જસ્ટીસ ડિપાર્ટમેન્ટ અને પ્રાઇવેટ લૉ ફર્મ સાથે જોડાયેલા રહ્યા. અમેરિકન ચૂંટણીના કથિત રશિયન કનેક્શનની તપાસ મામલે કોમીને બરતરફ કર્યા બાદ તેઓને સ્પેશિયલ કાઉન્સિલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુલરને લોકો અમેરિકામાં અત્યંત બિનરાજનૈતિક અને દેશભક્ત વ્યક્તિ ગણે છે.

હિલેરીની હાર અને મુલર ડ્રામાની શરૂઆત

પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રશિયાના કથિત હસ્તક્ષેપને લગતી તપાસ માટે રોબર્ટ મુલરે આ રિપોર્ટ જનરલ વિલિયમ બ્રારને સોંપ્યો હતો, જેને ટ્રમ્પે જ અપોઇન્ટ કર્યા છે. હવે બ્રારના હાથમાં છે કે, તેઓ આ રિપોર્ટમાંથી કઇ અને કેટલી માહિતી બહાર લાવશે.

2016માં ટ્રમ્પે ઇલેક્શનમાં હિલેરી ક્લિન્ટનને હરાવ્યા હતા, તે સમયથી જ અમેરિકામાં મુલર ડ્રામાની શરૂઆત થઇ હતી. મુલરે પ્રેસિડન્ટ લીગમાં ટ્રમ્પ સામે રાજદ્રોહ સુદ્ધાંનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ડેમોક્રેટિક વિરોધીઓ જેઓને ગત વર્ષે કોંગ્રેસના નીચલા ગૃહનું નિયંત્રણ મળી ગયું હતું, તેઓએ કહ્યું કે, ટ્રમ્પ પાસે હજુ પણ રશિયા સાથે લિંકના આરોપો અંગે પોતાનો પક્ષ રજૂ કરવાનો અવસર છે.

બે વર્ષ સુધી ચાલેલી આ તપાસમાં મુલરે ત્રણ ડઝન વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે આરોપો મુક્યા હતા, જેમાં 25 રશિયન અને ટ્રમ્પના 6 ભૂતપૂર્વ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments