Monday, October 18, 2021
Homeરાષ્ટ્રપતિ ભવનમાં સાઉદી પ્રિન્સનું ભવ્ય સ્વાગત કરાયું, મોદી સાથે મુલાકાત કરશે; 5...
Array

રાષ્ટ્રપતિ ભવનમાં સાઉદી પ્રિન્સનું ભવ્ય સ્વાગત કરાયું, મોદી સાથે મુલાકાત કરશે; 5 કરાર થઈ શકે છે

નવી દિલ્હી: સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન મંગળવારે બે દિવસની યાત્રા પર ભારત આવ્યા છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રિન્સ સલમાનનું સ્વાગત કર્યું હતું.

આજે બંને દેશો વચ્ચે થશે દ્વીપક્ષીય વાર્તા: નોંધનીય છે કે, ભારત માટે સાઉદી અરબ ખૂબ મહત્વના પાર્ટનર છે. ભારતમાં વપરાતા ક્રૂડ ઓઈલ અને એલપીજીની મોટાભાગની વપરાશ સાઉદી અરબ જ પૂરી કરે છે. સાઉદી અરબ તરફથી ભારતની 17 ટકા ક્રૂડ ઓઈલની ડિમાન્ડ અને 32 ટકા એલપીજીની ડિમાન્ડ પૂરી કરવામાં આવે છે. ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના સમજૂતી કરાર થવાની શક્યતા છે.

વડાપ્રધાન મોદીએ કર્યું હતું સ્વાગત: મંગળવારે રાતે ક્રાઉન પ્રિન્સ સલમાન દિલ્હી પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને પોતે એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચે આજે ઘણાં આર્થિક કરાર થવાની શક્યતા છે. જોકે દરેક લોકોની નજર આતંકવાદ મુદ્દા પર ટકેલી છે. તે ઉપરાંત આજે સાઉદી પ્રિન્સ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments