Tuesday, September 21, 2021
Homeરાહુલને સવાલ- તમારી બાયોપિકમાં એક્ટ્રેસ કોણ હોવી જોઈએ? જવાબ મળ્યો- મારા લગ્ન...
Array

રાહુલને સવાલ- તમારી બાયોપિકમાં એક્ટ્રેસ કોણ હોવી જોઈએ? જવાબ મળ્યો- મારા લગ્ન કામ સાથે થયા છે

પુણેઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. રાહુલે હાલના રાજકરણ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર પણ વાતચીત કરી. આ દરમિયાન લોકમાન્ય તિલક અને બાલ ગંગાધર તિલકની બાયોપિક પર કામ કરી ચુકેલા મરાઠી અભિનેતા સુબોધ ભાવએ રાહુલને પૂછ્યું કે હું તમારી બાયોપિક બનાવવા માગુ છું. અભિનેત્રી કોણ હોવી જોઈએ? આ અંગે કોંગ્રેસ અધ્યક્ષે જવાબ આપ્યો કે- મારા લગ્ન કામ સાથે થઈ ગયા છે.

છાત્રોએ રાહુલને પૂછ્યું કે તમારા ચૂંટણી ઢંઢેરામાં 72 હજાર દરેક ગરીબને આપવાનો વાયદો કરાયો છે પરંતુ પૈસા ક્યાંથી આવશે? રાહુલે કહ્યું, 15 અમીર ઉદ્યોગપતિઓના 35 હજાર કરોડ રૂપિયા માફ કરાયાં છે. જેમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અનિલ અંબાણી જેવાં લોકો છે. અમે જેવાં જ લોકોને 72 હજાર આપીશું તેઓ વધુ વસ્તુઓ ખરીદશે, સરકારને વધુ ટેક્સ મળશે. તેનાથી પણ આપણે વધુ પૈસા જમા કરીશું.

રાહુલે એક સવાલના જવાબમાં કહ્યું કે હિંમત સત્યથી આવે છે. જ્યારે તમે સત્યની સાથે હોવ છો તો તમારામાં ખોટા સામે લડવાની હિંમત આવે છે. આ પહેલાં રાહુલે ચેન્નાઈમાં પણ કોલેજના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો જ કાર્યક્રમ કર્યો હતો. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત યુવાનો સાથે વાતચીત કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments