Wednesday, September 28, 2022
Homeરાહુલે કર્યો સવાલ- બધા ચોરના નામ મોદી જ કેમ છે?
Array

રાહુલે કર્યો સવાલ- બધા ચોરના નામ મોદી જ કેમ છે?

- Advertisement -

રાંચી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરી હતી. નોંધનીય છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આ રાહુલની પહેલી ઝારખંડ મુલાકાત છે. આ દરમિયાન રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકારા પ્રહારો કર્યા હતા. રાહુલે એ કહ્યું-મોદીએ દેશને બધા ચોકીદારોને બદનામ કર્યા છે. વધુમાં રાહુલે પ્રશ્ન કર્યો કે બધા ચોકીદારોના નામ મોદી જ કેમ છે.

રાહુલે કહ્યું કે પહેલા જ્યારે તેઓ(મોદીજી) કહેતા હતા કે અચ્છે દિન આયેંગે… તો જનતા જવાબ આપતી હતી કે સારા દિવસો આવશે, પણ હવે જ્યારે નારો લગાવીએ છીએ કે.. ચોકીદાર..તો ભીડથી જવાબ આવે છે… ચોર હૈ. હું મંચથી કહું છું કે ચોકીદાર તો મને જનતા કહે છે ચોર છે. એક ચૌકીદારે હિંદુસ્તાનના બધા ચોકીદારોને બદનામ કરી દિધા.

રાહલે વધુમાં મોદી પર હુમલા કરતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ દેશની રક્ષા કરી. પાયલટોએ બલિદાન આપ્યા. પણ મોદીએ વાયુસેનાના રૂપિયા ચોરીને અનિલ અંબાણીના ગજવામાં નાંખી દિધા. વધુમાં રાહુલે પીએમ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મોદીએ ફ્રાંન્સના રાષ્ટ્રપતિને કહ્યું કે જો તમારે રાફેલ હિંદુસ્તાનને વેચવું હોય તો અનિલ અંબાણીને કોન્ટ્રેકટ આપવો પડશે. આ ચોકીદારે વાયુસેનામાં જ ચોરી નથી કરી પણ ખેડૂતો, મજૂરો અને આદિવાસીઓના હક્કો પર પણ તરાપ મારી છે.

એવુ અનુમાન પણ લાગી રહ્યું છે કે રાહુલ રિમ્સમાં દાખલ બિહારના પુર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની મુલાકાત કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular