Thursday, March 28, 2024
Homeરાહુલે કહ્યું- ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો Modilie, અર્થ પણ જણાવ્યો; પહેલાં જેટલી...
Array

રાહુલે કહ્યું- ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો Modilie, અર્થ પણ જણાવ્યો; પહેલાં જેટલી પર પણ કટાક્ષ કર્યો હતો

- Advertisement -

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ઈંગ્લિશ ડિક્શનરીમાં એક નવો શબ્દ Modilie આવ્યો છે. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સ્ક્રીન શોટ શેર કર્યો છે, જેમાં આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘આદત મુજબ ખોટું બોલનાર’ જણાવ્યો છે. આ શબ્દોને રાહુલ દ્વારા વડાપ્રધાન મોદી પરનો કટાક્ષ માનવામાં આવે છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં જે સ્ક્રીન શોટ લગાવ્યો છે તેમાં જમણી બાજુ કોંગ્રેસની જાહેરાત પણ નજરે પડે છે.

 

ઈન્ટરનેટ પર આવો કોઈ જ શબ્દ ન મળ્યોઃ રાહુલે જે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેનાથી ખ્યાલ આવે છે કે તેઓએ ઓક્સફોર્ડ ડિક્શનરીના લાઈવ સેક્શનમાં સર્ચ કર્યુ છે. પરંતુ તે સેક્શનમાં સર્ચ કરવાથી ડિક્શનરી જણાવે છે કે આવો કોઈ જ શબ્દ નથી. ગૂગલ સર્ચ એન્જિનમાં પણ શોધવામાં આવતા આવો કોઈ જ શબ્દ નથી મળતો, પરંતુ તેની જગ્યાએ Modilie શબ્દ સાથે જોડાયેલા સમચારો મળી આવે છે.

જેટલીને પણ કહ્યું હતું Jaitlie: રાહુલ ગાંધીએ આ પહેલાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને Mr. Jaitlie કહી ચુક્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular