Sunday, November 28, 2021
Homeરાહુલે કહ્યું- મોદી ડરપોક વ્યક્તિ છે: ભાજપે પૂછ્યું- જીજાએ લૂંટ કઈ રીતે...
Array

રાહુલે કહ્યું- મોદી ડરપોક વ્યક્તિ છે: ભાજપે પૂછ્યું- જીજાએ લૂંટ કઈ રીતે કરી?

નવી દિલ્હી; તાલકોટરા સ્ટેડિયમમાં કોંગ્રેસના અલ્પસંખ્યક અધિવેશમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડરપોક ગણાવ્યા છે. રાહુલે ભાજપને પડકાર આપ્યો છે કે, તેઓ મોદીજી સાથે તેમની 10 મિનિટ ચર્ચા કરાવી દે. તો નરેન્દ્ર મોદીજી ભાગી જશે. ભાજપે રાહુલના આ ભાષણનો વિરોધ નોંધાવ્યો છે. પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, વડાપ્રધાન માટે તૂ-તારી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો તે રાહુલ ગાંધીની વિકૃત માનસિકતા દર્શાવે છે. પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી એ જણાવે કે, જીજાએ કેવી રીતે કરી આ લૂંટ?

નરેન્દ્ર મોદી પર રાહુલના આકરા પ્રહાર

મોદી ભાગી જશે; રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદીજીને મારી સાથે 10 મિનિટ માટે સ્ટેજ પર ઉભા રાખી જો. મારી સાથે નરેન્દ્ર મોદીની નેશનલ સિક્યુરિટી મુદ્દે ડિબેટ કરાવી દો. તેઓ ભાગી જશે. મારુ કહેવું છે કે, આ ડરપોક માણસ છે. હું તેમને ઓળખી ગયો છું. તેઓ ડરે છે. જ્યારે તેમની સામે કોઈ ઉભુ રહી જાય અને કહી દે કે, હું પાછળ નહીં હટુ. ત્યારે મોદીજી શું કરે છે? હાથ હલાવીને પાછળ હટી જાય છે. આવી ટીપ્પણી કરતાં રાહુલ ગાંધી પણ સ્ટેજની પાછળ તરફ જવા લાગે છે અને ફરી પાછા માઈક પાસે આવીને ઉભા રહે છે. તેમનો આ હાવભાવ જોઈને કોંગ્રેસ કાર્યકર્તાઓએ તાળીઓ વગાડવા લાગી હતી.

ચોકીદાર ચોર છે; કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 2019માં કોંગ્રેસ નરેન્દ્ર મોદી, ભાજપ અને સંઘને હરાવશે. ભાજપના લોકો કહેતા હતા કે સારા દિવસો અને બીજી તરફથી જનતા કહેતી હતી કે આવશે. હવે દેશમાં કોંગ્રેસ પાર્ટીના નેતા નહીં, દિલ્હી-મહારાષ્ટ્રના કોઈ ખૂણામાં પણ કોઈ કહે છે કે, ચોકીદાર તો બીજી બાજુ લોકોએ ચોર-ચોર કરીને નારા લગાવ્યા. રાહુલે કહ્યું, હું દેશના સમગ્ર ચોકીદારની માફી માંગુ છું. તમે બધા સારુ જ કામ કરો છો, હું માત્ર એક જચોકીદારની વાત કરુ છું જે …બીજી બાજુ લોકોએ નારા લગાવ્યા ચોર છે… ચોર છે….

ધ્યાનથી જોશો તો મોદીજીના ચહેરા પર ગભરામણ દેખાશે; રાહુલ ગાંધીએ કહ્યું, તમે ટીવી પર ધ્યાનથી નરેન્દ્ર મોદીજીનો ચહેરો જોયો છે? સત્ય હકીકત કોઈ છુપાવી નથી શકતું. જો તમે ધ્યાનથી જોશો તો મોદીજીના ચહેરા પર ગભરામણ દેખાશે. ડર દેખાશે. 2019માં નરેન્દ્ર મોદીજીને ખબર પડી ગઈ છે કે, દેશના ભાગલા કરીને, નફરત ફેલાવીને હિન્દુસ્તાન પર રાજ કરી શકાશે નહીં.

2019માં કોંગ્રેસ મોદી, બીજેપી અને RSSને હરાવશે; રાહુલ ગાંધીએ કહ્યું, તમે નરેન્દ્ર મોદીનો ચહેરો ધ્યાનથી જોશો તો તમને તેમના ચહેરા પર ગભરામણ દેખાશે. નરેન્દ્ર મોદીજીને ખબર પડી ગઈ છે કે, દેશના ભાગલા કરીને, નફરત ફેલાવીને હિન્દુસ્તાન પર રાજ કરી શકાશે નહીં. હિન્દુસ્તાનના વડાપ્રધાને દેશને જોડવાનું કામ કરવું જોઈએ પરંતુ તેઓ એવું નથી કરી રહ્યાં. તેથી તેમને હટાવી દેવા જોઈએ. પાંચ વર્ષ પહેલાં કહેવામાં આવતું હતું કે, નરેન્દ્ર મોદીજીની છાતી 56 ઈંચની છે. 15 વર્ષ રાજ કરશે. પરંતુ હાલ આ હકીકત દેખાતી નથી. હાલ વાત ખેડૂતની હોય, મજૂરની હોય, કરપ્શનની હોય કે ખેડૂતની હોય. તમે જ્યાં પણ જોશો ત્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સત્ય હકીકત લોકોને બતાવી દીધી છે. 2019માં કોંગ્રેસ નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસને હરાવી દેશે.

સિંહના બચ્ચાની સામે કાયર ભાગે છે; રાહુલે કહ્યું કે, ચીનની સેના ડોકલામમાં બેસી જાય છે. નરેન્દ્ર મોદી હવાઈ જહાજથી ઉડીને બેઈજિંગ જાય છે. ચીનની સરકાર સાથે કોઈ એજન્ડા વગર વાત થાય છે. એટલે જ ચીનને ખબર પડી જાય છેકે, આમની છાતી 56 ઈંચની નહીં પરંતુ 4 ઈંચની છે. નેશનલ સિક્યુરિટીની વાત કરે છે પરંતુ તેણે ચીનની સામે જઈને હાથ જોડ્યા છે. હું તમને એનું કેરેકટર જણાવું છું. જ્યારે સિંહના બચ્ચા કાયરોની સામે જાય છે ત્યારે કાયરો ભાગી જાય છે.

ભાજપનો તીખો પ્રહાર- તુ અહીં-તઈને વાતો ન કર; અલ્પસંખ્યક અધિવેશનમાં રાહુલ ગાંધીના તુરંત ભાષણ પછી ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ તીખો વળતો પ્રહાર કર્યો હતો. પાત્રાએ કહ્યું હતું કે, લોકતાંત્રિક પ્રક્રિયાથી પસંદ થયેલા વડાપ્રધાન માટે રાહુલજી અપશબ્દોનો ઉપયોગ કરે છે. આ રાહુલ ગાંધીની અપરિપકવતા અને ખરાબ માનસિકતા દર્શાવે છે. મને પણ ઈચ્છા થાય છે કે, રાહુલ ગાંધીને ‘તુ’ કહીને વાત કરુ પરંતુ તે ભાજપની સંસ્કૃતિ નથી. દુખ થાય છે જ્યારે રાહુલ ગાંધી જેવા લોકો પોતાની જાતને નેતા કહે છે. તૂ અહીં-તઈની વાત ન કર. માત્ર એટલુ કહે કે, જીજાએ લૂંટ કેવી રીતે કરી?

રાહુલ-મમતા સંઘનાં લોકોને કાઢીને રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને રાખશે; તેમણે કહ્યું, અમિત શાહજીને ટોણો માર્યો કે ભારતને સોનાની ચિડીયા કહો છો. અને તેને જ પ્રોડક્ટ માનો છો. ભારત હંમેશાથી જ સોનાની ચિડીયા હતુ. પ્રોડક્ટ એ લોકો માટે છે જે લોકો આજે ED સામે હાજર થઈ રહ્યા છે, જે લોકો દેશને વેચીને લંડનમાં જલસા કરી રહ્યાં હતા. આ રાહુલ ગાંધીની વિકૃત માનસિકતા છે. રાહુલે કહ્યું કે અમે સત્તામાં આવીશુ તો સંઘનાં એક એક માણસને બહાર કાઢીશું. તમારે જગ્યા જોઈએ છે રોહિંગ્યા અને બાંગ્લાદેશિઓને રાખવા માટે. રાહુલ, મમતા બધા મળીને રોહિંગ્યા અને બાંગ્લાદેશિઓને રાખશે.

નશામાં ભાષણ આપી રહ્યા હતા રાહુલ ગાંધી -સંબિત પાત્રા; સંબિત પાત્રાએ કહ્યું કે, આજે અમે રાહુલ ગાંધીને ભાષણ આપતા સાંભળ્યા તો લાગ્યુ કે તે નશામાં તો નથી બોલી રહ્યાને, તેઓ અભિમાનનાં નશામાં હતા. નેતાઓએ ક્યારેય પણ નશામાં ભાષણ ન આપવું જોઈએ. જનતા અભિમાનનાં નશાને તોડી જ નાખે છે. અમે તેમના જીજાજી વિશે પૂછ્યુ તો તેમને કોઈ જવાબ ન આપ્યો. આજે પણ અમે સવાલ પૂછીશું.

ભાજપે વાડ્રા, ભંડારી અને ચડ્ઢાનાં ઈમેલ બતાવ્યા, સવાલ પૂછ્યા; સંબિત પાત્રાએ કહ્યું કે જે પણ મેઈલ તમને બતાવવામાં આવી રહ્યા છે, તમામ પ્બલિક ડોમેનમાં છે. પહેલો મેઈલ 8-3-2010નો છે. આ મેઈલ સંજય ભંડારીનાં સગા સુમિત ચડ્ઢાએ રોબર્ટ વાડ્રાને મોકલ્યો હતા. જેમાં હાય રોબોર્ટથી વાત શરૂ કરવામાં આવે છે. આ મેઈલમાં મનોજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મનોજ અરોડાને વાડ્રાએ ઈડીની સામે તેમનાં કર્મચારી તરીકેની ઓળખ આપી છે. લંડનમાં આવેલા મહેલનાં રસોડામાં શુ લગાડીશું, બાથરૂમ કેવું હશે, મોઘા વોલપેપર અને પેઈન્ટિંગ્સ લગાડી દેવાયા છે. આ તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અહીં આ લોકો ગરીબો માટે મસીહા બનવાનું નાટક કરી રહ્યા છે.

  • પાત્રાએ કહ્યું કે, બીજો મેઈલ 11 માર્ચ, 2010ના રોજ સુમિત ચડ્ઢાએ વાડ્રાને મોકલ્યો હતો. જેમાં લંડનમાં આવેલી પ્રોપર્ટીની પેઈન્ટિંગ 70 ટકા પુરી થવા આવી છે, ઘર કેવી રીતે મહેલ બની રહ્યો છે તે અંગેની વાતો કરવામાં આવી હતી.
  • 20માર્ચ, 2010નાં રોજ ચડ્ઢાએ વાડ્રાને કહ્યું કે, અટેચમેન્ટ મોકલી રહ્યો છું,જેમાં રૂપિયાનો ઉલ્લેખ કરાયો છે કે, કેટલામાં શુ આવ્યુ
  • 2 એપ્રિલ,2010ના રોજ મહેલની બારીઓનાં સાઈઝ વિશે વાત કરવામાં આવી હતી
  • 7 એપ્રિલ ,2010ના રોજ ચડ્ઢાએ રોબર્ટ વાડ્રાને ઈમેલ મોકલ્યો હતો.
  • 9 એપ્રિલ 2010નાં રોજ ભંડારી અને વાડ્રાને ચડ્ઢાએ લખ્યું કે, સુમિત ચડ્ઢા 15 લાખ 75 હજારનું બજેટ અત્યારે જ જોઈએ છે. 10 હજાર પાઉન્ડ મળી ગયા છે અને આ મિસ્ટર બી પાસેથી મળ્યા છે. આ બી કોણ છે? રાહુલજી આનો જવાબ કોણ આપશે?
  • 14 એપ્રિલ 2010 ભંડારીને ચડ્ઢાએ મેઈલ મોકલ્યો, હું મારા ફાયદા અને નફા માટે કામ નથી કરી રહ્યો. હું ફક્ત ગુડવિલ માટે કામ કરી રહ્યો છું.
  • પાત્રાએ વધુમાં કહ્યું કે, 17 એપ્રિલ 2010નાં મેઈલમાં ચડ્ઢાએ વાડ્રા અને ભંડારીને મેઈલ મોકલ્યો, જેમાં લંડનમાં આવેલા મહેલમાં જે જે કામ કરવામાં આવ્યો તેનો ઉલ્લેક કરાયો હતો. રાહુલજી આ ડેલ્ટા ભંડારી કોણ છે?
  • 15 એપ્રિલ 2010 ના રોજ વાડ્રાએ સુમિત ચડ્ઢાને મેઈલ મોકલ્યો હતો. જેમાં ચડ્ઢાને પૈસા ન મળવાની વાત પર વાડ્રાએ જવાબ આપ્યો હતો. વાડ્રાએ કહ્યું કે આપણે આવતીકાલે નિવેડો લાવી દઈશું. મનોજ બધુ ઠીક કરી દેશે. ત્યારબાદ 17 એપ્રિલ, 2010એ મિસ્ટર એમએ વાડ્રાને મેઈલ મોકલ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments