રાહુલે કહ્યું- હું મોદીને નફરત નથી કરતો, પણ તેમને વડાપ્રધાન નહીં બનવા દઉં

0
15

ભુવનેશ્વરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે ઓરિસ્સા પહોંચ્યા. તેઓએ કહ્યું કે, “હું જાણું છું કે વડાપ્રધાન મોદી મારાથી અસહમત છે અને હું તેમનાથી. હું તેમની સામે લડીશ, પ્રયત્ન કરીશ કે તેઓ ફરી વડાપ્રધાન ન બની શકે. પરંતુ હું તેમને નફરત નથી કરતો. હું તેમને પોતાના પ્રતિભાવ રાખવાનો અધિકાર આપુ છું.”

રાહુલ ગાંધી જ્યારે ભુવનેશ્વરથી પરત ફરી રહ્યાં હતા ત્યારે એરપોર્ટ પર તેનો ફોટો ખેંચવાનો પ્રયાસ કરતાં એક ફોટો જર્નાલિસ્ટ સીડી પરથી પડી ગયો હતો. રાહુલ તાત્કાલિક તેમની પાસે દોડી જઈ તેને ઊભો કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો હતો અને બાદમાં ધ્યાન રાખવાની સલાહ પણ આપી હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી મદદની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને બાદમાં સોશિયલ મીડિયા પર ઘણી જ શેર કરવામાં આવી રહી છે.

મોદી વિચારે છે કે તેઓ બધું જ જાણે છે- રાહુલ
  • કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “હું રાજનેતા બન્યો તેથી એક સારી વાત થઈ કે, મને ગાળો આપવામાં આવી. ભાજપ અને RSS તરફથી આ સૌથી સારી ભેટ હતી, જે તેઓ આપી શકતા હતા. હું મોદીને જોઉ છું, જ્યારે તેઓ મને ગાળો આપે છે મને લાગે કે હું તેમને ગળે લગાવી લઉં.”
  • રાહુલે કહ્યું, “અમે લોકોને સાંભળીએ છીએ, આ એક સામાન્ય પ્રક્રિયા છે. મોદીની જેમ નહીં, જેમને લાગે છે કે તેઓ  બધું જ જાણે છે. અહીં ફીડબેક આવવાની કોઈ જ સંભાવના નથી. આ વાત જ ભાજપ અને અમારામાં (કોંગ્રેસ) બેઝિક તફાવાત છે.”
  • રાહુલે ભુવનેશ્વરમાં એક સભા સંબોધી હતી. પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રીને લઈને તેઓએ કહ્યું- તેમના રાજકારણમાં આવવાને લઈને ઘણાં વર્ષોથી ચર્ચા ચાલતી હતી. પરંતુ ત્યારે તેમના બાળકો નાના હતા. પ્રિયંકા પોતાના બાળકોનું ધ્યાન રાખવા ઈચ્છતી હતી, હવે તેઓ મોટા થઈ ગયા છે.
BJP અને BJD એક જેવાં

રાહુલે કેન્દ્ર અને ઓરિસ્સા સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, “બીજેડી અને ભાજપના મોડલ એક સરખાં જ છે. મોદી અને પટનાયકમાં સંબંધ છે. ભ્રષ્ટાચાર મામલોના કારણે પટનાયક મોદીના દબાણ હેઠળ છે. તેઓ મોદી સમક્ષ મૌન રહીને સમર્થન આપે છે. પટનાયક નિરંકુશ છે પરંતુ તેમનામાં મોદીની જેમ નફરત નથી.”

નવા રોજગાર ઊભા ન થવા એક સમસ્યા- રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “ભારતમાં રોજગારનું સંકટ છે. સમસ્યા છે કે અહીં રોજગારી માટે નવી તક નથી મળી રહી. ચીન બધાંને પછાડી રહ્યું છે. ચીનમાં ઓટોમેશન રોજગાર ઊભી કરવાની સમસ્યા કેમ ન બની? જ્યારે હું માનસરોવર ગયો મને ત્યાં અનેક મંત્રીઓ મળ્યાં તેઓએ કહ્યું કે નવા રોજગાર ઊભા કરવામાં કોઈ જ સમસ્યા નથી. મુળ મુદ્દો એ છે કે જો તમે ઉત્પાદન કરી રહ્યાં છો અને ટેકનિક સાથે જોડાયેલાં છે તો કોઈ જ સમસ્યા નથી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here