રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓને આપી આ ધમકી, લોકસભા ઉમેદવાર માટે લેવાયો મોટો નિર્ણય

0
100

 • CN24NEWS-11/01/2019
 • ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચૂંટણી અને સંગઠનના મુદ્દે ચર્ચા કરી આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નવી દિલ્હી જઇ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે  મિટિંગ કરી હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને વિચાર વિમર્શ કરાયો હતો. આ બેઠકમાં એવું નક્કી થયું છે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બે તબક્કામાં કરાશે એટલું જ નહીં. જે ઉમેદવારની પસંદગી થઈ હશે તેવા ઉમેદવારોને ટિકિટ ફાળવણી અંગેની જાણ ખાનગીમાં અગાઉથી કરી દેવા છે. લોકસભા માટે ઉમેદવારોની પેનલ બનાવીને દિલ્હી મોકલાશે અને દિલ્હીથી ઉમેદવારનો ફાયનલ નિર્ણય લેવાશે. લોકસભાની ચૂંટણી માટે લોકલમાં રોડમેપ તૈયાર કરી દેવાયો છે.
 • જાન્યુઆરીના અંત સુધી પેનલ નક્કી કરાશે

  લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં પ્રદેશ અધ્યક્ષની હાઇકમાન્ડ સાથે બેઠકો બાદ પ્રદેશના હોદ્દેદ્દારોની પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક બોલાવવાની તૈયારી કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષે જાહેરાત પણ કરી દીધી છે કે કેટલાક ઉમેદવારોને પહેલાથી જ લોકસભા માટે જાણ કરવામાં આવશે. જ્યારે સર્વસંમતિ સાધવામાં ના આવી હોય ત્યાં જાન્યુઆરીના અંત સુધીમાં પેનલ તૈયાર કરી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.

  બધા નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બંધ બારણે ચર્ચા કરી હતી

  દર વખતની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસમાં જબરજસ્ત કકળાટ થતો હોય છે. જેને કારણે જે બેઠક પર જીતવાની શક્યતા હોય એવી બેઠકને પણ કોંગ્રેસ ગુમાવતી હોય છે. કારણ કે જેને ટિકિટ નથી મળી તેવા અસંતુષ્ટો જ પોતાના પક્ષના ઉમેદવારને હરાવવા માટેની તમામ કાર્યવાહી કરતા હોય છે. આથી આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાદ અસંતોષ કે બળવાની સ્થિતિ ઊભી ન થાય તે માટેની તકેદારી અત્યારથી જ લેવાઈ રહી છે. બીજી બાજુ તાજેતરમાં જ કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ પોતાની અવગણના થતી હોવાની ફરિયાદ હાઈ કમાન્ડ સુધી કરી હતી. ઉપરાંત પ્રથમ વાર ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર એ પણ જાહેરમાં કોંગ્રેસની ટીકા કરતા નિવેદનો કર્યા હતા ત્યારબાદ આ બધા નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બંધ બારણે ચર્ચા કરી હતી.

 • હાઇ કમાન્ડ તમારી કોઈ ખોટી માગણીઓને તાબે થશે નહીં

  સૂત્રો જણાવે છે કે રાહુલ ગાંધીએ આ તમામ નેતાઓને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમારે બધાએ શિસ્ત માં રહેવું પડશે. હાઇ કમાન્ડ તમારી કોઈ ખોટી માગણીઓને તાબે થશે નહીં. એટલું જ નહીં ગુજરાતના યુવા નેતાઓને સ્વીકારીને લોકસભાની ચૂંટણી જીતવા માટે સાથે રહીને કામ કરવાનું રહેશે ત્યારબાદ આ બધા નેતાઓ ગુજરાત પરત ફરી ગયા છે. આજે બપોરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં પ્રદેશ નેતાઓની એક બેઠક મળી હતી. જેમાં સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા. હાલના તબક્કે એવી સ્થિતિ દેખાઈ રહી છે કે કોંગ્રેસના આગેવાનો ના અસંતોષને ડામવામાં તેમજ તેઓ બળવો ન કરે તે માટેની સમજાવટ કરવામાં હાઈ કમાન્ડ સફળ રહ્યું છે આગામી દિવસોમાં કોંગ્રેસના નારાજ અને અસંતુષ્ટ નેતાઓએ એવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here