Monday, September 27, 2021
Homeરાહુલે ચૂંટણી પહેલા માર્યો બીજો માસ્ટરસ્ટ્રોક, ગરીબો પછી યુવાનોને બિઝનેશ સંબંધિત આપી...
Array

રાહુલે ચૂંટણી પહેલા માર્યો બીજો માસ્ટરસ્ટ્રોક, ગરીબો પછી યુવાનોને બિઝનેશ સંબંધિત આપી મસમોટી ભેટ

ચૂંટણીની આ સિઝનમાં ન્યાય યોજના પછી રાહુલ ગાંધીએ બીજો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. રાહુલે જયપુરમાં યુવાનોની એક રેલીને સંબોધતા કહ્યું છે કે જયપુરમાં યુવાનો કોઈપણ કાગળો વગર બિઝનેસ શરૂ કરી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન મોદીની સરકારમાં જે પરવાનગીની જરૂર પડતી હતી હવે એવા બિઝનેસ શરૂ કરવાની તમામ પ્રકારની પરવાનગીઓની જરૂર નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, “2019 પછી કૉંગ્રેસ પાર્ટી વ્યવસાય માટે યુવાન સાહસિકોને સંપૂર્ણ તક આપશે. આ હેઠળ તમારે આગામી ત્રણ વર્ષ માટે સરકાર પાસેથી કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.

જેઓને ત્રણ વર્ષ પછી મંજૂરી લેવાની છે તે લઈ શકે છે. યુવાનો સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રકારનો વ્યવસાય શરૂ કરી શકે છે. મોદી સરકારમાં બિઝનેસ શરૂ કરવા માટે કાયદાકીય પરવાનગીઓની વિવિધ જરૂરિયાત છે અને લાંચ આપવાની જરૂર પડે છે. એટલામાં તો લોકોનાં પૈસા સમાપ્ત થઈ જાય છે. “

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments