Monday, December 5, 2022
Homeદેશરાહુલ ગાંધીએ એવું કામ કર્યુ છે કે ગઠબંધનમાં તિરાડ પડી શકે છે:...

રાહુલ ગાંધીએ એવું કામ કર્યુ છે કે ગઠબંધનમાં તિરાડ પડી શકે છે: સંજય રાઉત

- Advertisement -

શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તાજેતરમાં રાહુલ ગાંધીએ વિર સાવરકર મુદ્દે ટિપ્પણી કરતા મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં તિરાડ ઉભી થઈ શકે છે. રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકર પર કરાયેલા નિવેદન પર ઉદ્ધ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર પર લગાવેલા આરોપો મહારાષ્ટ્ર અને શિવસેનાને મંજૂર નથી. મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ પણ સમર્થન નહીં કરે. રાહુલ ગાંધીએ આવો મુદ્દો લાવવાની જરૂર ન હતી. આ નિવેદનને કારણે મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં પણ તિરાડ ઉભી થઈ શકે છે.

સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં આવી સાવરકર પર લગાવેલા આરોપો અને તેમને બદનામ કરવાની બાબત મહારાષ્ટ્રની સાથે સાથે શિવસેનાને પણ સ્વિકારતી નથી. મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓ પણ આ બાબતને સમર્થન આપશે નહીં. હકીકતમાં ભારત જોડો યાત્રામાં વિર સાવરકર પર નિવેદન આપવાની જરૂર ન હતી. દેશમાં વધતી સરમુખત્યારશાહી વલણ, બેરોજગારી, મોંઘવારી અને મહિલાઓ પર થતા અત્યાચાર જેવા મુદ્દાઓ ઉઠાવવાના ઈરાદાથી યાત્રા શરૂ કરાઈ હતી અને યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રતિસાદ મળી રહ્યો છે, તેથી આવા સમયે સાવરકરના મુદ્દાને લાવવાની કોઈ જરૂર ન હતી. આ જ કારણસર મહા વિકાસ અઘાડીમાં તિરાડ પડવાની આશંકા છે.

ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીએ વીર સાવરકર મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, સાવરકર અંગ્રેજોના નોકર હતા અને તેમણે જેલમાંથી બહાર આવવા માફી માગી હતી. રાહુલના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. સંજય રાઉતે કહ્યું કે જો કોંગ્રેસ આવા નિવેદનો કરતી રહેશે તો મહા વિકાસ અઘાડી ગઠબંધનને અસર પડી શકે છે. જોકે કોંગ્રેસે એવો પણ તર્ક આપ્યો છે કે, રાજકિય સુવિધા માટે ઐતિહાસિક તથ્યોને બદલી શકાતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular