Sunday, November 28, 2021
Homeરાહુલ ગાંધીએ એવું તો શું જોઈ લીધું કે દોડયા અને સૌ પ્રથમ...
Array

રાહુલ ગાંધીએ એવું તો શું જોઈ લીધું કે દોડયા અને સૌ પ્રથમ પહોંચ્યા, કરી આ મદદ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઓડિસાની મુલાકાતે છે. ઓડિસાના ભુવનેશ્વર એરપોર્ટ પરથી રવાના થતી વખતે એક ફોટોગ્રાફર સીડી પરથી નીચે પડી ગયો હતો. ઘટના અંગેની જાણ થતાની સાથે રાહુલ ગાંધી ફોટોગ્રાફરની મદદે દોડી આવ્યા હતા. રાહુલ ગાંધી સાથે એસપીજીના કમાન્ડો પણ દોડી આવ્યા હતા.રાહુલ ગાંધી બે દિવસ માટે ઓડિસાના પ્રવાસે છે. ઓડિસામાં કોંગ્રેસને એકજૂટ કરવા માટે રાહુલ ગાંધી સતત પ્રયાસો કરી રહ્યા છે. રાહુલ ગાંધી ઓડિસામાં રેલી પણ કરવાના છે.

મોદી પર કર્યા પ્રહાર

ઓડિસાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે કોઈ કામ કર્યા નથી. ભાજપ માઈન્ડ સેટ કરીને દાદાગિરી કરી રહી છે. દેશમાં સંઘ અને ભાજપ બંધારણીય સંસ્થાનો નાશ કરવા માટે કામ કરી રહી છે. ભાજપ સંઘના ઈશારે બંધારણીય સંસ્થાઓ ચલાવે છે.

રાહુલે કહ્યુ કે, દેશમાં હવે એક સંસ્થા છે જે આરએસએસ છે. જે ભાજપની માતા છે. સંઘ દેશની અન્ય સંસ્થાઓ હાવી છે. ભાજપ દેશમાંથી લોકતંત્રને નાબુદ કરવાના પ્રયાસ કરી રહ્યુ છે. સંઘ અને ભાજપની ભાષાએ મને મદદ કરી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદો પણ ઉઠવતા કહ્યુ કે, ચીનની સરખામણીમાં ભારતમાં વધુ યુવકોને રોજગારી મળતી નથી. સરકારે રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજે દેશમાં અનેક લોકો બેરોજગાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments