લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી. કોંગ્રેસ મુજબ ટાસ્ક ફોર્સ દેશ માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું કાર્ય કરશે. ખાસ વાત એ છે કે આ ટાસ્ક ફોર્સની કમાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની દેખરેખ કરનારા સેવાનિવૃત લેફટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાને સોંપવામાં આવી છે. ત્યારે આ મામલે ડીએસ હુડ્ડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કેટલીક જવાબદારી મને સોંપવામાં આવી છે. પરંતુ હું કોંગ્રેસમાં જોડાયો નથી. ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિટાયર્ડ લેફટનન્ટ જનરલ ડીએસ હુડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.
Congress President @RahulGandhi met with Lt Gen DS Hooda (retd) to institute a task force on National Security which will prepare a vision paper for the country. Gen Hooda will lead the task force & work with a select group of experts. pic.twitter.com/06zfIjfbeJ
— Congress (@INCIndia) February 21, 2019
આ પહેલા પણ હુડ્ડાએ જણાવ્યું હતું કે આખા દેશે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ સરકારની સાથે ઉભા રહેવું જોઈએ અને પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આર્મી પર પ્રેશર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન જવાન આતંકવાદનું સમર્થન કરતું રહેશે.
સર્જિકલ સ્ટ્રાઈક વખતે લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડા સેનાની ઉત્તર કમાન્ડના પ્રમુખ હતા. તેમણે સર્જિકલ સ્ટ્રાઈકનું લાઈવ ઓપરેશન જોતા સેનાના પરાક્રમનો ચાર્જ સંભાળ્યો હતો. ડીએસ હુડ્ડા ભારતીય સેનાના ઉત્તર ચાર્જ જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચુક્યા છે.
પુલવામા અટેકને લઈને કોંગ્રેસે પુછ્યા સવાલ
जम्मू-कश्मीर पुलिस द्वारा संभावित हमले की जानकारी को नजरअंदाज करके हमारे वीर जवानों के जीवन को संकट में क्यों डाला गया? मोदी सरकार इसकी जवाबदेही से बच नहीं सकती।#ModiFailsNationalSecurity pic.twitter.com/MbRdseq9N2
— Congress (@INCIndia) February 21, 2019
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું અને લખ્યું, પુલવામામાં શહીદ થયેલા 40 જવાનોને શહીદનો દરજ્જો નથી આપવામાં આવ્યો. પરંતુ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા ભેટમાં આપી દેવામાં આવ્યા છે.
આ પહેલા કોંગ્રેસે પુલવામા હુમલાને લઈને મોદી સરકારને પાંચ સવાલ પુછ્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંભાવિત હુમલાની જાણકારીને નજરઅંદાજ કરીને આપણા વીર જવાનોના જીવને સંકટમાં શા માટે નાખવામાં આવ્યા? મોદી સરકાર આ વાતનો જવાબ આપવાથી બચી નહીં શકે. વિસ્ફોટકથઈ ભરેલી ગાડી વગર કોઈના નજરમાં આવે રસ્તાઓ પર દોડતી રહી અને કોઈને ખબર પણ ન પડી. કઈ રીતે?
कई किलोग्राम विस्फोटक से भरी गाड़ी बिना किसी की नजरों में आए सड़क पर दौड़ती रही और किसी को भनक तक नहीं लगी। आखिर कैसे? देश के इस सवाल से मोदी सरकार बच नहीं पाएगी।#ModiFailsNationalSecurity pic.twitter.com/maKsn203r2
— Congress (@INCIndia) February 21, 2019
સર્જિકલ સ્ટ્રાઈકના પ્રચારની વિરુદ્ધ હતા ડીએસ હુડ્ડા
તમને જણાવી દઈએ કે ડીએસ હુડ્ડાએ સર્જિકલ સ્ટ્રાઈકના પ્રચાર પર સખત ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક જરૂરી હતી અને અમે લોકોએ તે કરી. મને નથી લાગતું કે તેનો વધારે પ્રચાર કરવો જોઈએ. સર્જિકલ સ્ટ્રાઈકથી એવું સમજી લેવું કે હવે આતંકવાદ ખતમ થઈ ગયો કે પાકિસ્તાન પોતાની હરકતોથી સુધરી ગયું, તો તે ખોટું છે.