રાહુલ ગાંધીએ કહ્યું કે ‘સામ પિત્રોડાને શરમ આવવી જોઈએ, માફી માંગવી જોઈએ’

0
14

લોકસભા ચૂંટણીમાં અંતિમ ચરણનું વોટિંગ 19મેના રોજ થવાનું છે. આ દિવસે પંજાબની 13 સીટો પર પણ મતદાન થનારું છે. પરંતુ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના શીખ રમખાણો પરના નિવેદન ‘થયું તો થયું’ ને કારણે પાર્ટીનું ટેન્શન વધી ગયું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આ નિવેદન પર ન માત્ર સ્પષ્ટતા આપી પરંતુ કહ્યું કે પિત્રોડાને આ નિવેદન પર શરમ આવવી જોઈએ અને તેમણે સાર્વજનિક માફી માંગવી જોઈએ. મહત્વનું છે કે આ નિવેદનને લઈને પિત્રોડા પહેલેથી જ મીડિયા સમક્ષ માફી માંગી ચૂક્યાં છે.

રાહુલ ગાંધીએ ફતેહગઢ સાહિબમાં રેલી દરમ્યાન કહ્યું કે સામ પિત્રોડાએ 1984 વિશે જે કહ્યું છે તે તદ્દન ખોટું છે. આ માટે તેમણે દેશની માફી માંગવી જોઈએ. મેં સાર્વજનિક રીતે પણ કહ્યું અને ફોન કરીને પણ કહ્યું છે. મેં પિત્રોડાને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ અને તમારે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ શીખ રમખાણોને સવાલને લઇ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. પીએમ મોદી દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પર શીખ રમખાણને લઇને નિશાન સાધવમાં આવ્યું તેના જવાબમાં પિત્રોડાએ કહ્યું હતું કે, હવે શું છે 84નું તમે શું કર્યું 5 વર્ષ તેની વાત કરો.

84માં જે થયું તે થયું, તમે શું કર્યું? ત્યારે પિત્રોડાના આ નિવેદનને લઇ ભારે વિવાદ થયો અને ભાજપે સામ પિત્રોડા પર એકબાદ એક પ્રહાર કર્યા. જો કે બાદમાં વિવાદ વધતા સામ પિત્રોડાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારો કહેવાનો મતલબ એ હતો કે, તમે 5 વર્ષમાં શું કર્યું એ વિશે વાત કરો. પીએમ મોદી સમસ્યા પર ધ્યાન આપે.

PM મોદીએ કરી હતી ટીકા
પીએમ મોદીએ પિત્રોડાના આ નિવેદનને લઈને ગત શુક્રવારે હરિયાણામાં નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના એક મોટા નેતાએ કહ્યું કે, 84નું રમખાણ થયું  તો થયું. આ નેતા ગાંધી પરિવારના સૌથી નજીકના છે અને કોંગ્રેસના નામદાર અધ્યક્ષના ગુરુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here