Tuesday, December 7, 2021
Homeરાહુલ ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની બોલાવી બેઠક, લોકસભા માટે ઘડાશે રણનીતિ
Array

રાહુલ ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની બોલાવી બેઠક, લોકસભા માટે ઘડાશે રણનીતિ

લોકસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની એક બેઠક બોલાવી છે. જેમાં પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના છે. બેઠકમાં રાહુલ ગાંધી મહાસચિવો સાથે બૂથ લેવલના કાર્યકર્તાઓને મજબૂત કરવા અંગે રણનીતિ ઘડશે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી મહત્વના મુદાઓ અંગે પણ ચર્ચા આ બેઠકમાં થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના મહાસચિવની આ બેઠક સાંજે ચાર વાગ્યે જવાહરલાલ નહેરુ ઈન્ડોર સ્ટેડિયમમાં મળવાની છે. જેમાં રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી અંગે સમિક્ષા કરશે. આ ઉપરાંત વિભિન્ન રાજ્યોમાં પ્રચાર- પ્રસારની નીતિ અંગે પણ સમિક્ષા થવાની છે.

મહત્વપૂર્ણ છે કે, પ્રિયંકા ગાંધીએ પાર્ટીમાં મહાસચિવનો પદભાર સંભાળ્યા બાદ તેઓ પહેલીવાર પાર્ટીની બેઠકમાં હાજરી આપવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments