Wednesday, December 8, 2021
Homeરાહુલ ગાંધીએ પીએમ મોદી મામલે કર્યા મોટા ખુલાસાઓ, મારી સામે ગુસ્સો છે...
Array

રાહુલ ગાંધીએ પીએમ મોદી મામલે કર્યા મોટા ખુલાસાઓ, મારી સામે ગુસ્સો છે પણ…

સાઉદી અરબની બે દિવસની મુલાકાતે જતા પહેલાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. સાઉદીની એક ખાનગી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીમાં ખૂબ ગુસ્સો અને નફરત છે. સાથો સાથ રાહુલે આ ઇન્ટરવ્યુ દરમ્યાન એમ પણ કહ્યું કે તેમણે મોદી પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે અને તેમનું પહેલું લક્ષ્ય 2019 ચૂંટણીમાં તેમણે હરાવાનું છે. એટલું જ નહીં ઇન્ટરવ્યુમાં રાહુલે યુપીમાં કૉંગ્રેસને ઉતરતી સમજવી મોટી ભૂલ ગણાવ્યું અને એકલા ચૂંટણી લડવાનો પણ સંકેત આપ્યો.સાઉદી અરેબિયાની મુલાકાત પહેલા ત્યાંની એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે નરેન્દ્ર મોદી મારા પરિવારથી નફરત કરે છે.

 

નરેન્દ્ર મોદીને મારા પ્રત્યે ભારે રોષ છે

રાહુલે કહ્યુ હતુ કે મેં પીએમ મોદી પાસેથી ઘણી બાબતો શીખી છે. મોદી મારી સાથે વાત નથી કરતા. તેઓ જ્યારે મને મળે છે ત્યારે હેલો કહીને એકાદ બે શબ્દોમાં વાત પુરી કરી દે છે. નરેન્દ્ર મોદીને મારા પ્રત્યે ભારે રોષ છે. તેના કારણે જ તેઓ મારા માટે ઘણી બધી વાતો કહે છે. મારા પરિવાર માટે તેઓ જે શબ્દો વાપરે છે તે જ બતાવે છે કે તેમનામાં મારા અને મારા પરિવાર માટે કેટલી નફરત અને ગુસ્સો છે.

મોદીએ એ દર્દ નથી જોતા જે અમે અનુભવ્યુ છે

રાહુલે કહ્યુ હતુ કે પીએમ મોદી વારંવાર એ વાત પર ભાર મુકે છે કે હું એક પરિવારમાંથી આવું છું અને તેનો મને ફાયદો મળે છે. હું આ વાતથી ઈનકાર પણ નથી કરતો કે મારો પરિવાર રાજકારણમાં નથી પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે. મોદીએ એ દર્દ નથી જોતા જે અમે અનુભવ્યુ છે. તેઓ મારા દાદી અને પિતા હિંસાનો શિકાર બન્યા તે જોવા નથી માંગતા. મોદીમાં કેટલીક વિશેષતાઓ અને નબળાઈઓ છે. હું તેમની પાસેથી એક વાત શિખ્યો છું અને તે છે હું હવે બહુ ધ્યાનથી દરેક બાબતને સાંભળુ છું.

યુપીમાં કોંગ્રેસને ઓછી આંકવાની ભૂલ કોઈ પાર્ટી ના કરે

યુપીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવા સંકેત આપીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, યુપીમાં કોંગ્રેસના વિચારો બહુ શક્તિશાળી છે. કોંગ્રેસ યુપીની ચૂંટણીમાં રોમાંચક દેખાવ કરી શકે છે. અમે વિપક્ષને સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં મોદી હારે તે નિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ફરી કહેવા માંગુ છું કે યુપીમાં કોંગ્રેસને ઓછી આંકવાની ભૂલ કોઈ પાર્ટી ના કરે.

મોદીમાં પણ કેટલીય ખાસિયત અને કેટલીક કમીઓ છે

રાહુલે ઇન્ટરવ્યુમાં કહ્યું કે અહીં એવી કેટલીય વસ્તુઓ છે જે તેઓ કહે છે અને હું સાંભળું છું. દાખલા તરીકે મારા પરિવારની વિરૂદ્ધ જે શબ્દનો તેઓ ઉપયોગ કરે છે, તેનાથી નફરત અને ગુસ્સો વ્યકત થાય છે. તેમણે આગળ કહ્યું કે મોદીમાં પણ કેટલીય ખાસિયત અને કેટલીક કમીઓ છે અને સૌથી મોટી સીથ મોદીએ જે મને આપી તે એ છે કે હવે હું સાંભળું છું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments