રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર લગાવ્યો ખોટુ બોલવાનો આરોપ, સ્મૃતિ ઈરાનીએ આપ્યો આકરો જવાબ

0
14

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, અમેઠીની ઓર્ડિનન્સ ફેક્ટરીનો શિલાન્યાસ મેં જાતે 2010માં કર્યો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ત્યાં નાના હથિયારોનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગઈ કાલે તમે અમેઠી ગયા અને તમારી આદતથી મજબૂર થઈને ફરી ખોટું બોલ્યો. શું તમને બિલકુલ શરમ નથી આવતી? જોકે રાહુલ ગાંધીની આ ટ્વિટ પછી સ્મૃતિ ઈરાની દ્વારા પણ તેમના પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધીને ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, તમને ડર એટલો છે કે અમેઠીમાં વિકાસ થઈ રહ્યો છે અને તમે તે જોવાની તકલીફ સુદ્ધા નથી લીધી કે ગઈ કાલે કોરવામાં JVનું ઉદ્ધાટન થયું છે. તે અંર્તગત ભારત અને રશિયા વચ્ચે સમજૂતી થઈ કે AK 203 રાઈફલનું નિર્માણ કરાશે.

અમૃતિ ઈરાનીએ બીજી ટ્વિટ કરીને કહ્યું છે કે,તો આજે સાથે સાથે દેશને પણ જણાવી દો કે તમે તો એ સંસ્થાનો પણ શિલાન્યાસ કર્યો હતો જેનો તમારા જ એક નેતાએ 2 દશક પહેલાં પણ શિલાન્યાસ કર્યો હતો.

નોંધનીય છે કે, પીએમ મોદી રવિવારે રાહુલના સંસદીય વિસ્તાર અમેઠીના કોરવામાં ઓર્ડિનન્સ ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યું છે. આ ફેક્ટરીમાં જૂની ઈન્સાસ રાઈફલને રિપ્લેસ કરનારી અને ભારત-રશિયાના સંયુક્ત અભિયાનમાં અંદાજે સાડા સાત લાખ એકે-203 રાઈફલ બનવાની છે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું, અમારી સેનાએ વર્ષ 2005માં આધુનિક હથિયારની તેમની જરૂરિયાત સરકારે સામે મૂકી હતી. તેને ધ્યાનમાં રાખીને અમેઠીમાં આ ફેક્ટરીમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. તમારા સાંસદે જ્યારે 2007માં તેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, 2010માં કામ શરૂ થઈ જશે.

વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે દેશને આધુનિક રાયફલ જ નહીં, પરંતુ આધુનિક બુલેટપ્રૂફ જેકેટ અને આધુનિક તોપ માટે પણ આ લોકોએ જ રાહ જોવડાવી છે. આ અમારી જ સરકાર છે જેમણે આધુનિક હોવિત્ઝર તોપનો સોદો કર્યો છે અને હવે તો તે ભારતમાં જ બનાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here