રાહુલ ગાંધીના જન્મદિવસ પર NSUIએ કરી મોટી જાહેરાત, આ વિદ્યાર્થીઓને મળશે લાભ

0
27

  • CN24NEWS-19/06/2019
  • કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે 49મો જન્મદિવસ ઉજવ્યો. રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કોંગ્રેસ (કૉંગ્રેસ)ની વિદ્યાર્થી પાંખ ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન (NSUI) દ્વારા એક મહત્ત્વની જાહેરાત સાથે કરવામાં આવી. NSUIએ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે જાહેરાત કરી છે કે NSUI સેના, સુરક્ષા દળ, અર્ધ સુરક્ષા દળના શહીદ થયેલા જવાનો અથવા આત્મહત્યા કરનાર ખેડૂતોના બાળકોની એક વર્ષ સુધી ફી ભરશે.NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન અને દિલ્હીના પ્રેસિડન્ટ અક્ષય લાકડાએ તેની જાહેરાત કરી. અક્ષય લાકડાએ કહ્યું કે પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી પર લોકોએ નિર્ણય લીધો છે કે NSUI દિલ્હીની યુનિર્વસિટીમાં શહીદ સૈનિકોના બાળકોને લઈ જઇને એડમિશન લેવડાવશે. એટલું જ નહીં NSUI તે ખેડૂતોનાં બાળકોની પણ ફી ચૂકવશે, જેમની પાસે બેંકનું દેવું ચૂકવવાના પૈસા નથી.

    કોંગ્રેસના પ્રવર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના રોજ તેમના 49મા જન્મદિનની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ પર પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓએ તેમને અભિનંદન આપ્યાં હતા. આ અવસર પર કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધીની યાદગાર પળોનો સમાવેશ થાય છે. સાથે સાથે તે પાંચ બાબતોને હાઇલાઇટ કરવામાં આવી છે, જેનાથી લોકો પ્રેરણા લે છે.

    PM મોદીએ પણ રાહુલ ગાંધીને તેમના જન્મદિનની શુભેચ્છા આપી. PM મોદીએ રાહુલને શુભકામનાઓ આપીને ટ્વિટ કર્યું, ‘કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા. હું તેમના લાંબા જીવન અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here