રાહુલ ગાંધીની મોટી જાહેરાત, પ્રિયંકા માત્ર મહાસચિવ નહીં પરંતુ આ જવાબદારી પણ સંભાળશે

0
27

  • CN24NEWS-05/02/2019
  • ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિદેશથી પરત આવી ચૂકી છે અને તે જલ્દીથી પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળશે. પ્રિયંકાએ ગઇ કાલનાં વિદેશથી પરત આવતા જ ભાઇ રાહુલ ગાંધી સાથે તેઓનાં તુગલક રોડ સ્થિત રહેઠાણ પર મુલાકાત કરી.

    એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું તે, માત્ર યૂપી જ નહીં પરંતુ પ્રિયંકા ગાંધીને આગળ રાષ્ટ્રીય સ્તરની જવાબદારી પણ આપવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, “મહાસચિવ હોવાંને કારણે રાષ્ટ્રીય જવાબદારી હોય છે. હું જવાબદારી આપું છું અને જે જવાબદારી આપું છું તેમાં સફળતા બાદ બીજી જવાબદારી આપું છું.”

    રાહુલે એક અંગ્રેજી ન્યૂઝપેપરને આપેલ ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો કે, વિપક્ષી દળોનાં ગઠબંધનમાં કોઇ જ ફૂટ નથી. ફૂટ તો બીજેપીમાં છે. તેઓએ જણાવ્યું કે, “વિપક્ષી પાર્ટીઓ એકજૂથ છે. ફૂટ તો બીજેપીમાં છે. જ્યાં વરિષ્ઠ નેતા પ્રધાનમંત્રી મોદીથી ઓછું મહત્વ મળવા પર નાખુશ છે.” રાહુલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી પોતાની જ પાર્ટીમાં લોકપ્રિય નથી.

    તેઓએ જણાવ્યું કે, “જો હું આજે નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ સહિત તમામ બીજેપીનાં નેતાઓ સાથે વાત કરું છું તો મને આશ્ચર્ય નહીં થાય કે તેઓ નરેન્દ્ર મોદીનાં કામકાજની રીતથી સંતુષ્ટ નથી. જેથી વિવાદ તો બીજેપીમાં છે.”

    અયોધ્યામાં રામ મંદિરની માંગ અને તેનાં વિરોધ પર કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, “આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે જેથી એ ઠીક નહીં કહેવાય કે આની પર હું ટિપ્પણી કરું. હું એટલું જરૂરથી કહીશ કે સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે તેનો કોંગ્રેસ જરૂરથી સ્વીકાર કરશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here