રાહુલ ગાંધીની રેલીમાં બોલવા ન દેતા સિદ્ધુએ કહ્યું- મને મારી જગ્યા બતાવી દેવાઈ

0
52

ચંદીગઢ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મોગા રેલીમાં સ્ટેજ પર બોલવા ન દેવાથી નેતા નવજોત સિંહ સિદ્ધુ નારાજ થઈ ગયા છે. સિદ્ધુએ કહ્યું કે, જો હું રાહુલની રેલીમાં બોલવા માટે યોગ્ય નથી તો હું એક વક્તા અને પ્રચારક તરીકે પણ ઠીક નથી. આગામી સમયમાં હવે મને સ્પીચ માટે આમંત્રણ આપવામાં આવશે કે નહીં તે ખબર નહીં, પરંતુ આ રેલીમાં મને મારી જગ્યા બતાવી દેવામાં આવી છે. સિદ્ધુએ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, પાર્ટી માટે કોણ પ્રચાર કરશે.

સિદ્ધુએ કહ્યું, વર્ષ 2004માં મને બાદલ સિંહની રેલીમાં પણ બોલતા રોકવામાં આવ્યો હતો. ત્યારપછી આવું પહેલીવાર થયું કે મને સ્પીચ ન આપવા દીધી. સિદ્ધુએ કહ્યું કે, તેઓ બાલાકોટ હવાઈ હુમલામાં પીએમ મોદી પર પ્રહાર કરવાની તૈયારી કરીને આવ્યા હતા. સુનીઝ જાખડે પણ કહ્યું કે, સિદ્ધુને સ્પીચ આપવા દેવાની જરૂર હતી.

રંધાવાએ કહ્યું- અમને માત્ર 4 નામ આપવાનું કહેવામાં આવ્યું હતું
રેલીનું આયોજન મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કર્યું હતું. તેમણે કહ્યું કે, સીએમએ તેમને ચાર વક્તાઓના નામ આપવાનું કહ્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે, રાહુલને કાંગડા રેલીમાં પહોંચવામાં મોડું થતું હોવાથી માત્ર જાખડ, આશા કુમારી અને રાહુલ જ ભાષણ આપશે.
રાહુલે મોગામાં ધિરાણ માફીની સ્કીમ લોન્ચ કરી
  • રાહુલે ગુરુવારે મોગામાં ધિરાણ માફીના ચોથા તબક્કાની સ્કીમ લોન્ચ કરી હતી. આ દરમિયાન તેમણે રાહુલના વિસ્તારની 13 સીટો પર મતદાન કરવાની વાત કરી હતી. રાહુલે વાયદો કર્યો હતો કે, જો તેઓ સત્તામાં આવશે તો તેઓ મનગેરાની જેમ ગેરન્ટેડ મિનિમમ ઈન્કમ સ્કીમ લાગુ કરશે.
  • ધિરાણ માફી વિશે તેમણે કહ્યું કે, મોદી સરકાર પાસે મોટા ઉદ્યોગપતિઓના અબજોના ધિરાણ માફ કરવા માટે પૈસા છે પરંતુ ખેડૂતોના ધિરાણ માફ કરવા માટે પૈસા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here