Sunday, November 28, 2021
Homeરાહુલ ગાંધીનો પીએમ મોદીને જવાબ કહ્યું- રાફેલ લાવવામાં તમારી સરકારે મોડુ કર્યુ
Array

રાહુલ ગાંધીનો પીએમ મોદીને જવાબ કહ્યું- રાફેલ લાવવામાં તમારી સરકારે મોડુ કર્યુ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લડાકુ વિમાન રાફેલ ડીલ ન કરવા અંગેના આરોપોનો જવાબ આપ્યો છે. રાહુલે પીએમને કહ્યું કે, રાફેલ ડીલમાં મોડું કરનારી સરકાર તમારી જ છે. રાહુલે ટ્વિટર પર પોસ્ટ કરીને પીએમને જવાબ આપ્યો છે.

રાહુલે આ અંગે ટ્વિટ કરીને પીએમને પૂછ્યુ કે તમને શરમ નથી આવતી? તમે 30 હજાર કરોડ રૂપિયા ચોરી કરી તમારા મિત્ર અનિલ અંબાણીનું ખિસ્સુ ભરી દીધું છે. રાફેલ વિમાનો લાવવામાં મોડું થવાનું કારણ તમને સારી રીતે ખબર છે. તમારા જ કારણે વિંગ કમાંડર અભિનંદન જેવા ભારતીય વાયુસેનાનાં પાયલટને પોતાનો જીવ જોખમમાં મુકીને જુના વિમાનો ઉડાવવા પડી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાફેલની ખામી આજે પણ દેશને મહેસૂસ થાય છે. આજે એક એક હિન્દુસ્તાન એક સ્વરમાં કહી રહ્યો છે કે આજે જો આપણી પાસે રાફેલ હોત તો કદાચ વધુ સારા પરિણામ આવી શકત.
રાફેલ પર પહેલા સ્વાર્થનીતિ અને હવે રાજનીતિનાં કારણે દેશને ઘણું નુકસાન થયુ છે. મોદીના નિવેદન બાદ રાહુલે આ પ્રકારનાં પ્રહાર કર્યા છે.
તેમણે કહ્યું હતુ કે દેશમાં સેનાની મજાક ઉડાવતો લોકોને કહ્યું કે તમારા આ કરતૂતોનો લાભ દુશ્મન દેશો ભારત સામે જ કરે છે. ઘણાં લોકો સેના પર શંકા કરે છે, મહેરબાની કરીને તે લોકો આ કામ છોડી છે.
રાહુલ ગાંધીએ સતત રાફેલ વિમાન અંગે એમ મોદીને ઘેર્યા હતા. તેઓ પીએમ મોદી પર આ ડીલમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ આ ડીલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ (HAL)ને ન આપીને વ્યક્તિગત સંબંધોને કારણે અનિલ અંબાણીની કંપની આપી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments