Thursday, September 23, 2021
Homeરાહુલ ગાંધી અમેઠીની સાથે કેરળની વાયનાડથી પણ ચૂંટણી લડશે
Array

રાહુલ ગાંધી અમેઠીની સાથે કેરળની વાયનાડથી પણ ચૂંટણી લડશે

નેશનલ ડેસ્કઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. પાર્ટી તરફથી રવિવારે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું કે કેરળના કાર્યકર્તાઓની સતત માગને જોતા તેઓએ અમેઠીની સાથે સાથે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટનીએ કહ્યું કે કોંગ્રેસમાં લાંબા સમયથી માગ ઊઠી રહી હતી કે રાહુલ દક્ષિણની કોઈ એક બેઠક પરથી ચૂંટણી લડે. કોંગ્રેસ અધ્યક્ષે અમારી માગ સ્વીકારી લીધી છે. વાયનાડ સીટ કર્ણાટક, તમિલનાડુ અને કેરળનું ટ્રાઈ જંકશન છે.

સ્મૃતિ સામે ઘણાં ઓછા અંતરે જીત્યા હતા રાહુલ: અમેઠીમાં રાહુલની સામે ભાજપે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ઉતાર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલે તેમને 1.07 લાખ વોટથી હરાવ્યાં હતા. જો કે રાહુલની જીતનું આ અંતર 2009ની તુલનાએ ઘણું ઓછું હતું. ત્યારે રાહુલ 3.70 લાખ વોટથી જીત્યા હતા. રાહુલ 2004થી સતત ત્રણ વખત અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાય છે. 2009માં તે 3.70 લાખ વોટથી જીત્યા હતા. 2004માં કોંગ્રેસનો વોટ શેર 66% અને 2009માં 71% હતો પરંતુ 2014ની ચૂંટણી જે ઘટીને 46% જ થઈ ગયો હતો.

સ્મૃતિ હારીને પણ અમેઠીમાં સક્રિય રહી હતી: 2004માં ભાજપના વોટ શેર ઘણાં ઓછા હતા જે 2014માં વધીને 37% સુધી પહોંચ્યા હતા. ચૂંટણી હાર્યા હોવા છતાં સ્મૃતિ અમેઠીમાં સતત સક્રિય રહ્યાં ત્યારે જ ભાજપે ફરી તેમને ટિકિટ આપી છે.

મિશન દક્ષિણ ભારત: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડશે. રાહુલ કેરળની વાયનાડ અને ઉત્તરપ્રદેશની અમેઠી સીટ પરથી મેદાનમાં ઉતરશે. તો આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મિશન દક્ષિણ અંતર્ગત આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. આ ઉપરાંત આજે વિશાખાપટ્ટનમમાં વિપક્ષ એકતાની મોટી રેલી યોજાશે. સીએમ ચંદ્રબાબુ નાયડૂએ ઘણી પાર્ટીઓના નેતાઓને બોલાવ્યા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ હાજર રહેશે.

ત્રણ રેલીઓને સંબોધિત કરશે રાહુલ ગાંધીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. સવારે 11 કલાકે તેઓ આંધ્રપ્રદેશના વિજયવાડામાં રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ રાહુલ બપોરે 2.15 આંધ્રપ્રદેશના જ અનંતપુરમાં રેલી કરશે. આંધ્રપ્રદેશ બાદ રાહુલ કર્ણાટક જશે અને અહીં બેગલુરુ ગ્રામીણમાં એક જનસભાને સંબોધિત કરશે.

વિશાખાપટ્ટનમમાં વિપક્ષની મેગા રેલીઃ વિશાખાપટ્ટનમાં વિપક્ષની એક મોટી રેલી યોજાશે. આ રેલીનું આયોજન આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂએ કર્યું છે. રેલીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ફારુખ અબ્દુલ્લા, તેજસ્વી યાદવ સહિત ઘણી પાર્ટીઓનાં નેતા હાજર રહેશે. આ રેલીમાં ચંદ્રબાબુ નાયડૂ ભાજપ અને જગન રેડ્ડી પર નિશાન સાધશે. આ પહેલા નાયડૂએ દિલ્હીમાં વિપક્ષની મોટી રેલીનું આયોજન કરી ચુક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments