Sunday, October 17, 2021
Homeરાહુલ ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમો વિશે વિગતે
Array

રાહુલ ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમો વિશે વિગતે

લોકસભાની ચૂંટણીને લઈને નવા યુવા મતદારોને આકર્ષવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવશે.૨૫મી બાદ એનએસયુઆઈ-યુથ કોંગ્રેસના બહેતર ભારત અભિયાનને લઈને રાહલુ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે. ઉપરાંત ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કોંગ્રેસની જાહેર રેલીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી પરંતુ મળતી માહિતી મુજબ તેઓ ૨૫મી બાદ અથવા ફેબુ્રઆરીના બીજા સપ્તાહમાં આવે તેવી શક્યતા છે. ૧૮થી૨૧ દરમિયાન એક દિવસ માટે તેઓ ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. અગાઉ યુથ કોંગ્રેસની ૧૩મીની રેલી માટે તેઓ આવે તેવી શકય્તા હતી પરંતુ હવે તેઓ નહી આવે. એનએસયુઆઈના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી બહેતર ભારતર અભિયાનની શરૂઆત ગુજરાતથી કરશે અને તે માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે,તેમની મુલાકાત દરમિયાન તેઓ યુનિ.ઓ-કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ એનએસયુઆઈના હોદ્દેદારોને પણ મળે તેવી શક્યતા છે.

જ્યારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કોંગ્રેસનાજાહેર રેલીના કાર્યક્રમમાં એક દિવસ માટે તેઓ ઉત્તર ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. જો કે હજુસુધી તેમની ગુજરાત મુલાકાત કાર્યક્રમ નક્કી નથી કરાયો. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને યુવા મતદારોને આકર્ષવા રાહલુ ગાંધી આગામી એક મહિનામાં ગુજરાત આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments